ધોરણ 10-12ની પરીક્ષા યોજી શિક્ષણ બોર્ડ કરોડોની કમાણી કરશે !

બોર્ડની પરીક્ષા ફીમાં વધારો

ધોરણ 10-12ની પરીક્ષા યોજી શિક્ષણ બોર્ડ કરોડોની કમાણી કરશે !
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

રાજ્ય સરકાર માટે સોનાની લગડી સમાન માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક બોર્ડ વર્ષ 2019-20ની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજી કરોડો રૂપિયાની કમાણી કરશે. તમને કદાચ નવાઇની વાત લાગશે પરંતુ આ હકીકત છે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. બોર્ડની પરીક્ષાને લઇને અગાઉથી જ ચિંતામાં ગરકાવ વાલીઓ પર હવે આર્થિક ચિંતા કરવાનો વારો આવ્યો છે. બોર્ડ દ્વારા વિવિધ પ્રવાહ પ્રમાણે પરીક્ષા ફીના ધારા ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ફી માળખા પ્રમાણે ધોરણ 10ના સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 355, ખાનગી શાળાના વિદ્યાર્થી માટે 730 ફી રાખવામાં આવી છે. તો ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 605, સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓ માટે 490, જ્યારે ખાનગી ઉમેદવારો માટે 870 રૂપિયા ફી જાહેર કરવામાં આવી છે.