પૂર્વ મંત્રી બાબુભાઈ લાલની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પ

એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

પૂર્વ મંત્રી બાબુભાઈ લાલની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પ

Mysamachar.in-જામનગર:

શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેમેશ્વર મહાદેવ મંદિર (નાગોરી વાડી), પંચેશ્વર ટાવર જામનગર ખાતે સ્વ. હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિ નિમિત્તે તા.૧૫/૦૫/૨૦૧૯, બુધવારના રોજ યોજાયેલા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. તથા રક્તદાતાઓએ ટ્રસ્ટનો હેતુ સિદ્ધ કરવા ઉમળકાભેર નોંધપાત્ર સંખ્યામાં હાજર રહી રક્તદાન કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

માનવ સેવા, શૈક્ષણિક કાર્યો તથા સામાજિક કાર્યો કરતા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈમરજન્સી અને જરૂરિયાતમંદ દર્દીઓની જરૂરિયાતને સહાયરૂપ થવા ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરી હતી. જેને માન આપીને સવારથી જ નાગોરી વાડી, જામનગર ખાતે રક્તદાતાઓનો પ્રવાહ ઉમળકાભેર શરૂ થયો હતો.

આ બ્લડ કેમ્પમાં નગરના શ્રેષ્ઠીઓ, વેપારી અગ્રણીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, પત્રકારો, મીડિયાના મિત્રો, શુભેચ્છા તથા પરિવારના મિત્રો બહોળી‌‌‍‌ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં હાજર રહેલા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, રક્તદાતાઓ તેમજ બ્લડ કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવનાર કાર્યકરો અને જી.જી.હોસ્પિટલના ડોક્ટરો પ્રત્યે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટી જીતુભાઈ લાલ, મિતેશભાઇ લાલ, ક્રિષ્નારાજ લાલ, વિરાજ લાલે આભારની લાગણી વ્યક્ત કરેલ.