જીલ્લા ભાજપના નેતા પુત્રવધુની હત્યાનું કાવતરું ઘડતા હોવાની ફરિયાદથી સનસનાટી...

એક માસ પૂર્વે જીલ્લા પોલીસવડા ને કરાઈ અરજી

જીલ્લા ભાજપના નેતા પુત્રવધુની હત્યાનું કાવતરું ઘડતા હોવાની ફરિયાદથી સનસનાટી...

mysamachar.in-જામનગર

જીલ્લા ભાજપના એક નેતા  દ્વારા પોતાની જ પુત્રવધુની હત્યાનું કાવતરું ઘડવા માટે કેવા પ્લાન બનાવે છે તેવી 40 મિનિટની ઓડિયો ક્લીપ સાથે પોલીસ વિભાગને પુત્રવધૂએ ફરિયાદ અરજી કરતાં સનસનાટી મચી જવા પામી છે,અરજી સાથે જે પુત્રવધુની હત્યાનું કાવતરું ઘડાઈ રહ્યું છે તેની ઓડિયો ક્લીપ પણ સામે આવી છે,

આ ઓડિયો ક્લીપ બે માસ પહેલાની હોય ભાજપ આગેવાન,તેનો પુત્ર તેમજ અન્ય એક વ્યક્તિ દ્વારા પુત્રવધુની હત્યા કરવા માટે નીતનવા પ્લાન ધડી રહ્યા છે,જેમાં ઘેનના ટીકડા આપીને મારી નાખવાથી માંડીને ગળુદબાવી ને મારી નાખવી સહિત હત્યા કરી નાખવા માટે 40 મીનીટ સુધી મનોમંથન કરવામાં આવ્યું છે જેમાં પોલીસને ફોડી લેવા માટે ભાજપ અગ્રણીનો સંવાદ પણ આ ઓડિયો ક્લીપમાં સંભળાય છે,અને પુત્રવધુની હત્યા કરી નાખવા માટે વ્યવસ્થિત કાવતરું ઘડતા હોવાનું ઓડિયો ક્લીપના સંવાદમાં સમાવેશ થયેલ છે,

કોઈપણ રીતે આ ઓડિયો ક્લીપ ભાજપ અગ્રણીની પુત્રવધુના હાથમાં આવી જતાં સમગ્ર મામલો સામે આવ્યો છે અને પુત્રવધૂ દ્વારા એક માસ પહેલા એસ.પી.કચેરીએ દોડી જઈને લેખીતમાં ઓડિયો ક્લીપ ના પુરાવા સાથે ફરિયાદ અરજી આપી હતી,જેમાં આ મહિલાએ પોતાની હત્યા થાય તેમ હોય તેના માટે મારા સસરા,પતિ, દિયર, મારા સસરાના પી.એ.જવાબદાર હશે તેવા ઉલ્લેખ સાથે ફરિયાદ અરજી કરતાં ચકચાર જાગી છે,આટલા ગંભીર બનાવની તપાસ છેલ્લા એક માસથી પોલીસ ચલાવી રહી છે.

ઓડિયો ક્લીપમાં સાંભળવા મળતો હત્યા માટેનો સંવાદ રૂવાળા ઉભા કરી દે તેવો...
જે ૪૦ મીનીટ ની ઓડિયો ક્લીપ છે તેમાં ભાજપના નેતા તેના પુત્ર સહિતની એક વ્યક્તિ જે રીતે પોતાની પુત્રવધુ ને મોતને ઘાટ ઉતારવા માટેના પ્લાન ઘડે છે તેમાં દિલ્હી જેવા કોઈ સ્થળે લઇ જઈ સેલ્ફી લેતા લેતા ધક્કો મારવો,જમ્મુ કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં જઈ રસ્તામાં ગાડી થોભાવી અને સાથે રહેલા અન્ય વ્યક્તિ દ્વારા ખીણ મા ધક્કો મારવો,લોકેશન ના આવે તે માટે હત્યા કરતી સમયે ફોન સાથે ના રાખવો,થમ્સઅપમા ઘેનની ગોળી અથવા તેનો પાઉડર નાખી દેવો,ગેસની ગોળીઓ રૂમમાં મૂકી ગૂંગળામણ ઉભી કરવી,રિએકશન આવે તેવી દવાઓ ખવડાવી સહિતની વિવિધ તરકીબો થી પોતાની પુત્રવધુ ને મોતને ઘાટ ઉતારવા માટે નેતા સલાહ આપી રહ્યાનું ઓડિયો ક્લીપમા સમાવેશ થયેલ હોય તેવું ફરિયાદ અરજીમા જાણવા મળી રહ્યું છે.