બાઇક ખાબક્યું પુલ નીચે..અને બે યુવકોના ગયા જીવ..

જાણો ક્યાંની ઘટના..

બાઇક ખાબક્યું પુલ નીચે..અને બે યુવકોના ગયા જીવ..

Mysamachar.in-રાજકોટ:

રાજકોટના જેતપુરમાં એક આજે અકસ્માતની દુખદ ઘટના સામે આવી છે,જેમાં બાઇક પર જતા બે લોકો બાઇક સાથે પુલ નીચે ખાબકતાં બંન્ને લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.બંન્ને મૃતકો જેતપુરના પાંચપીપળા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આજે બપોરના સુમારે જેતપુરના પેઢલા નેશનલ હાઇવે ઉપરના પુલ નજીક એક મોટરસાયકલ પર બે યુવકો જાય રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ પુલ નીચે ખાબકી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બંન્ને યુવાનો મોટરસાયકલ ઉપર જેતપુર તરફ જઈ રહ્યા હતા.મૃતકોમાં જયદીપ સરવૈયા અને વિજય મકવાણા નામના બંન્ને યુવાનના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં.બંન્નેના મૂર્તદેહ ને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.