ભાણવડમાં તસ્કરોએ ઉડાવી પોલીસની ઠંડી..
૧૭ તોલા દાગીનાની ચોરી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલમાં શીયાળાની મૌસમ બરોબરની જામી છે, એવામાં ભરશિયાળે તસ્કરોએ પોલીસની ઠંડી ઉડાવી દીધી છે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં માનપર ધારાગઢ ગામની સીમમાં રસિકભાઈ નનેરા નું મકાન આવેલ હોય આ મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી લાકડાના કબાટના અંદરના ખાનામાં કોઇપણ હથીયાર વડે તોડી ખાનામા રહેલ સોનાના દાગીના આશરે સતર તોલા જેની કીમત આશરે સવા લાખ જેવી થાય છે, ઉપરાંત રોકડા રૂપીયા ૬૫,૦૦૦ મળી કુલ મુદામાલ રૂપિયા ૪,૯૦,૦૦૦/- ની ચોરી કરી તસ્કરોએ પોલીસને દોડતી કરી છે.