લોકડાઉનનો સમય વ્યસન મુક્ત કરવા માટે સૌથી ઉત્તમ

શું આપી તબીબોએ સલાહ વાંચી લો તમે પણ 

લોકડાઉનનો સમય વ્યસન મુક્ત કરવા માટે સૌથી ઉત્તમ
symbolic image

Mysamachar.in-જામનગર:

પ્રશ્ન:લોકડાઉન દરમિયાન વ્યસનીઓ વધુ વ્યસનમાં ના ધકેલાઈ તે માટે તેને શું કરવું,?
જવાબ: આ સવાલનો જવાબ આપતા જી.જી.હોસ્પિટલના માનસિકરોગ વિભાગના રેસિ.ડો.પ્રવિણકુમારે જણાવ્યું હતું કે આ સમય વ્યસનમુક્ત કરવા માટે સૌથી સારી તક ગણી શકાય જે લોકોને દારૂ કે ગાંજાનું વ્યસન હોય અને તેઓને આવી ચીજવસ્તુઓ મળતી નહીં હોવાના કારણે આવા લોકોમાં અમુક લક્ષણો દેખાતા હોય છે, જેમાં ગભરામણ બેચેની ઊંઘની તકલીફ ધ્રુજારી ઉલટી ઉબકા ભાન ભૂલી જવું બીક લાગવી જેવા લક્ષણો જોવા મળે છે, આવા સમયમાં આવા લોકોએ તાકીદની અસરથી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ તે જરૂરી છે, ડો.પ્રવિણકુમારે વધુમાં કહ્યું કે જો વ્યસનની ઇચ્છા થતી હોય તો ભરપૂર પાણી પીવું કસરત કરવી, ધ્યાનમાં બેસવું તેમજ તંબાકુની ઈચ્છા વધારે થતી હોય ત્યારે નિકોટિન એટલે કે  ચિગમ મોઢામાં રાખી શકાય અને જરૂર જણાયે વધુ તબીબી સલાહ પણ લઇ શકાય તેવા સૂચનો દર્શાવ્યા હતા.