તરબૂચ ખાવાથી શું થાય ફાયદો, સાંજ પછી ખાવાથી શું થાય

બપોરે જમ્યા પહેલાં કે જમ્યા પછી ફ્રૂટડિશ તરીકે લઈ શકાય.

તરબૂચ ખાવાથી શું થાય ફાયદો, સાંજ પછી ખાવાથી શું થાય
symbolic image

Mysamachar.in-અમદાવાદ:

હવે ઉનાળોનો ધમધોખતો તાપ શરુ થશે, ત્યારે ગરમી સામે શરીરને રક્ષણ આપવા લોકો તરબૂચ આરોગશે, તરબૂચ એ એક એવું ફ્રુટ છે જેમાં પાણીની માત્ર ભરપુર હોય છે. તેનાં સેવનમાત્રથી ઘણી બધી સમસ્યાઓનો અંત આવી જાય છે. કહેવાય છે કે 100 ગ્રામ તરબૂચના ટુકડામાં 30 કેલરી હોય છે, 0.15 ગ્રામ ફેટ એટલે કે ઝીરો ફેટ હોય છે, 92 ગ્રામ પાણી હોય છે. 6.20 ગ્રામ શુગર, 7.55 ગ્રામ કાબોર્હાઇડ્રેટ અને 0.61 ગ્રામ પ્રોટીન હોય છે. તો 100 ગ્રામ તરબૂચમાં વિટામિન સી 9.6 મિલીગ્રામ અને કેલ્શિયમ 8 મિલીગ્રામ છે. ગરમીમાં શરીરમાંથી વહી જતાં મિનરલ્સ પોટેશિયમ 116 મિલીગ્રામ અને સોડિયમ 3 મિલીગ્રામ હોય છેતરબૂચમાં 90 ટકા મોઇસ્ચર હોય છે. જેથી ગરમીમાંથી આવીને તરબૂચ ખાવાથી ગળા પેટ અને મનને ટાઢક વળે છે.

તરબૂચમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ માત્રામાં છે, જ્યારે સોડિયમ નહીંવત્ પ્રમાણમાં હોય છે. જેને કારણે બ્લડપ્રેશર વધતું અટકે છે. તરબૂચ શરીરનું ઓવરઓલ ટેમ્પરેચર ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. જાણકારો નો મત એવો પણ છે કે તરબૂચમાં રહેલા બી માં મેગ્નેશિયમ હૃદયની કામગીરી સામાન્ય રાખે છે. અને મેટાબોલિક સિસ્ટમોને આધાર આપે છે. તે હૃદય રોગો અને હાયપરટેન્શનમાં પણ ઉપયોગી છે, તરબૂચનાં બીયા શુગર નિયંત્રણમાં રાખે છે, ત્વચા ઈંફેક્શનમાં આ ઉપયોગી છે. જો ખીલની સમસ્યા હોય તો,તરબૂચના બીજનું તેલ ચહેરા પર લગાવો. આ ચેહરાની ગંદગી અને સિબમને હટાવી પોર્સને ખોલે છે અને ત્વચાને સુંદર બનાવે છે.

બપોરે જમ્યા પહેલાં કે જમ્યા પછી ફ્રૂટડિશ તરીકે લઈ શકાય. બપોરે ચાર-પાંચ વાગ્યાના સમયમાં ખાવું વધુ સારું ગણાય છે, તો એવું પણ કહેવાય છે કે  તરબૂચના ગુણ અનુસાર જો તેને સાંજ પછી ખાવામાં આવે તો શરીરમાં કફ થાય છે.(અમુકના શરીરની સીસ્ટમ અનુસાર) ઘણી વખત આપણે રાતના જમ્યા પછી બહાર તરબૂચ ડિશ ખાવા જઇએ છીએ કે પછી ઘરે પણ તરચૂબ ખાતા હોઇએ છીએ. આ આદત ખોટી છે. હા અને છતાં પણ કોઈને સાંજે સાંજે ખાવું જ હોય તો નમક અને કાળાં મરી છાંટીને જ ખાવું. દરરોજ રાત્રે તરબૂચ ખાવાની ટેવ ન રાખવી જેથી કફ થી બચી શકાય.