માનો કે માનો....સ્કુલના ૩૦ બાળકોને ભગવાન ભોળાનાથએ બચાવી લીધા...

આ ઘટનાનો વિડીયો જુઓ...

mysamachar.in-દેવભૂમિદ્વારકા:

જીલ્લાના ભાણવડના મોરઝર ગામ નજીક આજે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે,અને શ્રાવણ માસના પહેલા સોમવારે જ જાણે ભગવાન ભોળનાથ એ આ મોટી દુર્ઘટના ઘટતા અટકાવી દીધી છે,આજે સવારે બનેલ આ આખીય ઘટનામાં ભાણવડ પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ રહેલ વિગતો પ્રમાણે ભાણવડ ના મોરઝર નજીક ખાનગી શાળાની ૩૦ જેટલા બાળકો ને ભરી ને જઈ રહેલ બસની બ્રેક અચાનક થી ફેઈલ થઇ જતા પુલ પરથી નીચે ઉતરી ગઈ હતી,અને તાબડતોબ બાળકોને સ્થાનિકોની મદદથી નીચે ઉતારીને બચાવી લેવાયા હતા અને આ બનાવની જાણ થતા વાલીઓમાં પણ ભાગદોડ મચી જવા પામી હતી,

જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી પણ સવાલ એ થાય કે ખાનગી શાળા દ્વારા ચલાવવામાં આવતી બસ મા શું સમયસર મેઇન્ટેનન્સ કરવામાં નહિ આવતું હોય જો કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો તેના માટે જવાબદાર કોણ...