ભાણવડ:સજા સંભળાવાય તે પૂર્વે જ આરોપી કોર્ટમાંથી નાશી છુટ્યો..

પોલીસ શોધવા નીકળી 

ભાણવડ:સજા સંભળાવાય તે પૂર્વે જ આરોપી કોર્ટમાંથી નાશી છુટ્યો..
symbolic image

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જીલ્લાની ભાણવડ કોર્ટમા ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામના રામભાઈ ઉર્ફે રામકો ખીમાભાઈ કરમુર નામના શખ્સ સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ ૬૬-૧ બી મુજબ ગુન્હો દાખલ થયેલ હોય જે કેસમાં ભાણવડ કોર્ટ દ્વારા આરોપી રામભાઈ ને તકસીરવાન ઠેરવવામાં આવેલ અને સજા સંભળાવવાની બાકી હોય આ દરમિયાન આરોપી કોર્ટ કે હાજર ફરજ પરના કર્મચારીઓને જાણ કર્યા વગર કોર્ટમાંથી નાશી છુટતા કોર્ટના આસીસ્ટન્ટ ક્લાર્ક દ્વારા ભાણવડ કોર્ટમાં થી આરોપીને સજા સંભળાવાય તે પૂર્વે જ નાશી છુટતા ભાણવડ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે ફરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.