ચોરીનો માલ વેંચાણ કરે તે પહેલા જ ઝડપાયા અને ૧૯ ચોરીનો ખૂલ્યો ભેદ

દ્વારકા LCB ટીમની કાર્યવાહી

ચોરીનો માલ વેંચાણ કરે તે પહેલા જ ઝડપાયા અને ૧૯ ચોરીનો ખૂલ્યો ભેદ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવતી તસ્કર ટોળકીને ઝડપી પાડવામાં દ્વારકા LCBને સફળતા પ્રાપ્ત થઈ છે, ચોરીનો માલ-સામાન વેંચાણ થાય તે પૂર્વે જ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડતા બંને જિલ્લાઓની ૧૯ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે,

ખંભાળિયા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી,તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. ભરતભાઈ ચાવડા અને અરજણભાઈ મારુને બાતમી મળેલ કે મીઠાપુર તેમજ ખંભાળિયા ખાતે ૨૦૧૬માં વિનાયક સોસાયટીમાં મોટી ચોરી કરેલ તે તમામ ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના વેચવા માટે અગાઉ ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સરકારી શાળાઓમાં કોમ્પ્યુટરના સાધનો, સરકારી સામાનની ઘરફોડ ચોરીમાં અગાઉ પકડાયેલો વેચવા માટે આવી રહ્યા છે,

જુનસભાઈ ઉર્ફે જુનીયો નુરમામદ સંઘાર રહે. સુરજકરાડી મીઠાપુર અને સુમારભાઈ ઉર્ફે સુમારિયો નુરમામદ સંઘાર રહે. નાના આંબલા ખંભાળિયા એ ઉપરોકત ચોરીનો મુદ્દામાલ ખંભાળિયા ટાઉન સોની બજારમાં ચોરીના મુદ્દામાલના ઘરેણા વેચવાની પેરવીમાં છે, તેઓની સાથે એક અન્ય ઇસમ પણ છે. તેવી હકીકતને આધારે આ ત્રણે ઇસમોને પકડી પાડી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી અન્ય ચોરીઓ કર્યાની કબૂલાત આપેલ, આરોપીઓની પૂછપરછમાં તેની મોડસ ઓપરેન્ડી બંધ મકાનના તાળા તોડી, કપડા વેચવાની રવિવાર કે ગુરૂવારના ભરાતી ગુર્જરી બજાર જેવા સમયે બંધ મકાનોમાં પ્રવેશ કરી રાત્રીની ઘરફોડ ચોરીઓ કરી હોવાનું જાણવા મળે છે, 

આરોપી જુનસ સંઘાર અને સુમાર સંઘારએ અન્ય ચોરીઓ કરેલા આપેલ કબૂલાત:

- આશરે પાંચેક વર્ષ પહેલા ઓખા બેટ ખાતે બોટવાળી દરગાહમાંથી રાત્રીના સમયે દાનપેટીમાંથી રોકડા રૂ.૨૫૦૦ તથા તાંબા-પિત્તળના ઠામની ચોરી,

- પાંચેક વર્ષ પહેલા ઓખા બેટમાં ખુદાદોશ દરગાહની દાનપેટીનો નકુચો તોડી રૂ.૭૦૦૦ની ચોરી,

- સાતેક મહિના પહેલા બન્ને ભાઈઓ રૂકનશાહ દરગાહે દાનપેટીનું તાળુ તોડી રોકડા રૂ.૧૭૦૦૦ની ચોરી,

- આશરે ચારેક વર્ષ ૨૦૧૫માં ભાટીયા ગામે રેલ્વે ફાટક પહેલા મંદિરવાળી ગલીમાં રાત્રે એક બંધ મકાનમાંથી રોકડા રૂ.૯૦૦૦ તથા એક સોનાનો ચેઇન, એક સોનાની વીંટી તથા એક ચાંદીની પગની વીંટીની ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના અમદાવાદ સોનીને વેંચાણ કર્યું હતું,

-ભાટીયા ઉકત ચોરીથી થોડે દુર આવેલ બીજા મકાનમાં ગયેલ અને ત્યાંથી રોકડા રૂ.૬૦,૦૦૦ તથા બે સોનાના ચેઇન, એક સોનાની વીટીની ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના અમદાવાદ સોનીને વેંચાણ કર્યું હતું,

- આશરે બે-અઢી વર્ષ પહેલા બન્ને ભાઈઓ દ્વારકા રૂપેણ બંદર આશાબાપીરની દરગાહે દાનપેટીમાંથી રોકડા રૂ.૧૫૦૦ની ચોરી,

- આશરે બે વર્ષ પહેલા બન્ને ભાઈઓએ જામનગર દિગ્જામ સર્કલ પાસે પુલની જમણી બાજુ આવેલ એક મકાનમાં પાછળની બારી તોડી મકાનમાંથી રોકડા રૂપિયા ૬૦,૦૦૦ની ચોરી,

- આશરે બે વર્ષ પહેલા હર્ષદ થી ભોગાત ગામ તરફ આવતા હાઈવે રોડ પર આવતી દરગાહની દાનપેટીમાંથી રોકડા રૂ.૨૬૦૦ની ચોરી,

-આશરે બે વર્ષ પહેલા ખંભાળિયા હરસિદ્ધિનગર સોસાયટીમાં બંધ મકાનનો વંડો ટપી અંદર કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રૂ.૧૦,૦૦૦ ચોરી કરેલ અમદાવાદ સોનીને દાગીનાનું વેંચાણ કર્યું હતું,

- ઉપરોક્ત ચોરી કર્યાના ત્રણેક માસ ઉપરોક્ત દરગાહમાં ફરીથી રાત્રીના સમયે દાનપેટી માટે રોકડા રૂપિયા ૬,૦૦૦ની ચોરી,

- આશરે સાતેક મહિના પહેલા બન્ને ભાઈઓ દ્વારકા કોર્ટના ઢાળીયા પાસે આવેલ સરકારી ક્વાર્ટરની પાછળની સોસાયટીમાં બપોરના સમયે સરકારી કોર્ટનો ચીતરીનો દરવાજો ખુલ્લો હોય મકાન અંદર પ્રવેશ કરી રૂ.૫૦,૦૦૦ની ચોરી,

- આશરે છ મહિના પહેલા દ્વારકા રેલ્વે સ્ટેશનવાળા રસ્તે સર્કલ પાસે નિશાળ બાજુના બંધ મકાનનું તાળુ તોડી ચાંદીની ઝાંઝરી, સોનાનો ચેઈન, સોનાની વીંટી નંગ-૨ તથા ૨૦,૦૦૦ રોકડાની ચોરી કરેલ દાગીના અમદાવાદ ખાતે વેંચાણ કર્યું હતું,

- આશરે છ મહિના પહેલા દ્વારકામાં રાવડા સબ સ્ટેન્ડની બાજુના લોખંડના સળિયાથી બારી તોડતા બારસાખ કાઢી એક ચાંદીની ઝાંઝરીની જોડી, એક ચાંદીના પગના સાકરા તથા સોનાના હાથમાં પહેરવાના પાટલા નંગ-૨ તથા રોકડા રૂ. ૧૯૦૦૦ની ચોરી કરેલ દાગીના અમદાવાદ ખાતે વેંચાણ કર્યું હતું.