ગ્લાસ ભરાય તે પૂર્વે પોલીસ બની ગઈ મહેમાન...

રંગમાં ભંગ 

ગ્લાસ ભરાય તે પૂર્વે પોલીસ બની ગઈ મહેમાન...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દ્વારકા:

દ્વારકાના વાચ્છુ ગામ નજીક આવેલ બસ સ્ટેન્ડ પાસે રાજુભા,તોરુભા માણેક,સાજણભા માણેકે ચારસો ચારસો રૂપિયા કાઢી હીરાભા પાસેથી એક નંગ રોકસ્ટાર ડીલક્ષ વ્હીસ્કી લઇ અને હજુ તો પાર્ટીની શરૂઆત કરે તે પૂર્વે જ દ્વારકા  પોલીસ પ્રગટ થઇ ગઈ હતી,અને મદિરાની મહેફિલ જામે તે પૂર્વે જ ત્રણ ઇસમોને એક બોટલ વ્હીસ્કી સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.આમ  સોલ્જરીમા પૈસા કાઢી ને બોટલ તો  લીધી પણ પોલીસે પ્યાલો મોઢે  ન થવા  દીધો.