અજાણ્યા વાહનમાં લીફટ લેતા પહેલા ચેતજો, તમારી સાથે આવું પણ બની શકે છે..

૨ શખ્સોનું કારસ્તાન..

અજાણ્યા વાહનમાં લીફટ લેતા પહેલા ચેતજો, તમારી સાથે આવું પણ બની શકે છે..

mysamachar.in-

તમે જો બહારગામ જવા માટે વાહનની રાહ જોઈને રસ્તામાં કે હાઇવે પર ઊભા છો તો કોઈપણ અજાણ્યા વાહનમાં બેસતા પહેલા સો વાર વિચાર કરજો હવે દિવસે અને દિવસે સમય ખરાબ આવતો જતો હોય તેવું બનતી ધટના પરથી લાગી રહ્યું છે..

જામનગરમાં ધરે આવીને બે અજાણ્યા શખ્સોએ મહિલાઓ પર હિપ્નોટિઝમ કરીને સોનાના દાગીના લઈ ગયાનો બનાવને ગણતરીની કલાકો થઈ છે…તેવામાં જામનગર પાસે એક યુવાનને અજાણ્યા બાઇક ચાલક પાસેથી લીફટ લેવી ભારે પડી હોય તેમ લુંટનો શિકાર બનતો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે..

દરેક લોકોને ચેતવતા આ કિસ્સાની વાત જાણે એમ છે કે, જામનગરના મોટા થાવરીયા ગામ પાસે રહેતો રાજેશ મકવાણા નામનો યુવાન જામનગર હોસ્પિટલ આવવા માટે થાવરીયાના પાટીયા નજીક ઊભો હતો..ત્યારે ત્યાંથી બાઇક પર બે શખ્સો પસાર થયા હતા...અને આ શખ્સો રાજેશ પાસે આવીને જામનગરના હોવાનું જણાવીને તારે જામનગર આવવું હોય તો ચાલ..આવું બન્ને શખ્સો કહેતા રાજેશ બાઇક પર બેસી ગયો હતો..

ત્યારબાદ ત્રણેય બાઇક પર રવાના થયા હતા અને રસ્તામાં અવાવરુ જગ્યાએ બન્ને શખ્સોએ બાઇક ઉભુ રાખીને રાજેશને છરી બતાવીને તારી પાસે હોય એટલા રૂપિયા આપ...આથી ગભરાયેલા રાજેશએ તેની પાસે રહેલા ૫ હજાર બન્ને શખ્સોને આપી દીધા હતા..અને આ શખ્સો લૂંટ ચલાવીને નાશી ગયા હતા

આ લૂંટના બનાવનો ભોગ બનેલ રાજેશ મકવાણાએ પોલીસને જાણ કરતાં પોલીસ એ ફરિયાદ નોધીને તપાસ હાથ ધરી છે..