આર્થિક સંકડામણને કારણે પરિવારે એવું પગલું ભર્યું કે અરેરાટી વ્યાપી ગઈ..

જાણો ક્યાંની ઘટના..

આર્થિક સંકડામણને કારણે પરિવારે એવું પગલું ભર્યું કે અરેરાટી વ્યાપી ગઈ..

Mysamachar.in-રાજકોટ:

આર્થિક સંકડામણ માણસ પર આવે તો તેના પાસે કોઈ વિકલ્પ રહેતો નથી,એવામાં જામનગરની વાત કરીએ તો થોડા સમય પૂર્વે જામનગરના કીશાનચોક નજીક એક જ પરિવારના પાંચ સભ્યો એ આર્થિક સંકડામણમા આવી જઈને મોતને વ્હાલું કર્યું હતું,ત્યારે આવો જ એક કિસ્સો આજે રાજકોટમાં સામે આવ્યો છે.

રાજકોટના હંસરાજનગરમાં રહેતા દંપતીએ મકાનની લોનના હપ્તા ભરપાઇ નહીં થતાં તેની ચિંતામાં પોતાની  ૧૬ માસની પુત્રીને ગળેડૂમો દઇ મોતને ઘાટ ઉતારી દીધા બાદ રાત્રે જાતે જ પતિ-પત્નીએ બ્લેડથી છરકા કરી હાથની નસ કાપી નાખી હતી તેમ છતાં મોત નહિ થતા બંનેએ સજોડે અગ્નિસ્નાન કરી લેતા બંનેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મનીષભાઇ રાવસાણીના પરિવારની આ ઘટના બાદ પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ મનીષભાઇ મહેશ્વરપાર્કમાં રહે છે અને તેમણે મકાન ખરીદવા માટે અગાઉ ૩૦ લાખની લોન લીધી હતી. અને મનીષભાઇને  ધંધો બરોબર નહીં ચાલતા લોનના હપ્તા ભરી શકતા નહોતા અને બેંકના હપ્તા ચડત થતાં પતિ-પત્ની બંને આ બાબતે ચિંતિત હતા.

આર્થિક સંકડામણ અને બેંક લોનની ચિંતામાં શનિવારે રાત્રે દંપતીને ક્રૂર વિચાર આવ્યો હતો અને તેમની  મ ૧૬ માસની નિંદ્રાધીન પુત્રી ખુશીને ગળેડૂમો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ મનીષભાઇ અને ભાવિકાબેને જાતે જ પોતાના હાથ પર બ્લેડથી છરકા કરી હાથની નસ કાપી નાખી હતી અને બંનેએ ઘેનના ટીકડાં પી લીધા હતા.આ કંપારી છોડાવી દે તેવી ઘટના અંગે પોલીસ આડોશ પાડોશ સગાસબંધી સહિતના નિવેદનો નોંધી અને આ મામલે સઘન તપાસ કરી રહી છે.