ચેતજો...હવે દવા બેઅસર થઇ રહી છે

શું બેક્ટેરીયા વાયરસ પ્રુફ થઇ ગયા..?

ચેતજો...હવે દવા બેઅસર થઇ રહી છે
file image

Mysamachar.in-જામનગર:

ઘણી વખત જોવા મળે છે કે દવાને બિમારી દાદ નથી દેતી ત્યા સુધી કે અમુક કિસ્સાઓમા ડોક્ટરોને સરપ્રાઇઝ થાય છે અને હાલારમા આવુ ઘણી વખત બને છે કે ડોક્ટર બદલે દવા બદલે ને અંતે સારૂ થવુ હોય તો થાય ત્યા સુધી કે કોઇવાર મૃત્યુ પણ થાય, આ અંગે નિષ્ણાંતો જણાવે છે કે એક તરફ સેલ્ફ મેડીકેશન વધવુ  દવાઓના આડેધડ ઉપયોગ શરૂઆતથી જ હાઇડોઝ સ્ટીરોઇડના સમજ્યા વગર ઉપયોગ કઇ દવા સાથે કઇ લેવાય કઇ ન લેવાય તેની કાળજી વગર દવાઓ લેવી કલ્ચર ટેસ્ટ વગર દવાઓ આપ્યા જ રાખવી અધુરા કોર્સ કરવા પૂરી દવા ના ખાવી આવી તો અનેક બાબત છે કે બેક્ટેરીયા વાયરસ ઘણી વખત દાદ ન પણ દે...

જામનગર દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્ય દેશ કે વિદેશોમા પણ આ સ્થિતિ છે કે સામાન્ય તાવ કે બિમારીઓ સારવાર દરમ્યાન પણ વધી જતી હોય છે, કેમ કે એક તો બિમારીના સચોટ નિદાન બાદ જ દવા અપાવી જોઇએ તે ન અપાતી હોય તો પણ આવુ બને વળી જો રોગ મટે તો થોડા દિવસમા ફરી એ જ તકલીફ થાય કેમકે કોર્ષ પુરા ન કર્યા હોય માટે આવુ થાય છે, નિષ્ણાંતોના મતે કોઇપણ બિમારીના લક્ષણ દેખાવા અને રોગ સદંતર મટવો તે બંને સમજવા જરૂરી છે, દરેક એન્ટીબાયોટીકનો ચોક્કસ કોર્ષ બેક્ટેરિયા વાયરસની સાયકલ મુજબ એટેક કરવા ફિક્સ હોય છે, તે મુજબ દવા ન લેવાય સાથે પરેજી ન જળવાય તેમજ રોગપ્રતિકારકતા જળવાય તે માટે સાથે-સાથે જરૂરી પોષણ પ્રવાહી વગેરે તેમજ માનસિક સ્વસ્થતા વગેરે અનેક બાબતોનુ ધ્યાન નહી રખાય તો રોગકારક જંતુ મચક નહી આપે માટે સૌ પ્રથમ તો ખોરાક પાણી કસરત નિયમિતતા ને કેળવી રોગપ્રતિકારક શક્તિ વધારવી અને ચેપ નલાગે તેની કાળજી સાથે તંદુરસ્ત રહેવાનુ માર્ગદર્શન મેળવતા રહેવાનો પણ અભિપ્રાય નિષ્ણાંતોનો છે.