ભાજપએ કુંવરજીબાવળિયા ને મંત્રી બનાવ્યા...અને જામનગરમાં ઉઠ્યો નારાજગીનો સુર...

શું છે સમર્થકો ની નારાજગી સાંભળવા વિડીયો પર ક્લીક કરો

mysamachar.in-જામનગર:

આગામી લોકસભાની ચુંટણી યોજાઈ તે પૂર્વે રાજ્યના બને મુખ્ય રાજકીયપક્ષો કોંગ્રેસ અને ભાજપમાં પીઢ આગેવાનોને પોતાના પક્ષમાં ખેંચવાની દોડ લાગી છે.....ગઈકાલે પણ આખાય દિવસના રાજકીય ઘટનાક્રમ બાદ કોળી સમાજના આગેવાન અને રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયાનો ભાજપમાં ગૃહપ્રવેશ તો થયો...અને તેને ભાજપે કોઈપણ કારણોસર કે પછી મજબુરીને વશ થઈને  રાતોરાત મંત્રીપદ ફાળવી દેવામાં આવતા ભાજપના ના ઘરમાં ફૂટ પડી હોય તેમ આ બાબતનો રેલો જામનગર ઉતર વિધાનસભા બેઠક સુધી પહોચ્યો છે...

જામનગર ઉતર બેઠક પર ગત વિધાનસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં થી ભાજપમાં ભળેલ અને સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ ૪૦,૦૦૦ મતોની લીડ થી ચૂંટાઈ આવનાર જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં અને અન્ય સમાજોમાં  આગવું સ્થાન ધરાવનાર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના વિસ્તારના ભાજપના કાર્યકરો અને સમર્થકો માં ગઈકાલ થી ભારોભાર નારાજગી જોવા મળી રહી છે...

એવામા કોંગ્રેસ માં થી ભાજપમાં આવેલ કુંવરજીને રાતોરાત મંત્રીપદ જયારે ધર્મેન્દ્રસિંહ જાડેજા જેવા કદાવર નેતા અને ક્ષત્રિયસમાજના અગ્રણીની અવગણનાને લઈને તેના સમર્થકોમા નારાજગીનો સુર ઉઠ્યો છે...જે રીતે સર્વવિદિત છે તે પ્રમાણે હકુભા જાડેજાના નામથી ઓળખાતા જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય કોઈપણ પક્ષમાં હોય પણ પોતાની આગવી લોકચાહના ધરાવતા નેતા છે..અને દરેક સમાજ સાથે સૌરાષ્ટ્રમાં તે ઘરોબો ધરાવે છે..ત્યારે તેની અવગણના કેટલી વાજબી તેવો સુર તેના સમર્થકોમાં ઉઠ્યો છે...
જો કે ભાજપની નીતિરીતિ પ્રમાણે સામાન્ય રીતે એક જીલ્લામાં થી એક જ નેતાને મંત્રીપદે સ્થાન આપવામાં આવતું હોય છે..જેમાં હાલ જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય આર.સી.ફળદુ રાજ્યના કૃષિમંત્રી તરીકે કાર્યરત છે...ત્યારે કોઈપણ સમાજ,નેતાઓ,સમર્થકો,આગેવાનો અને કાર્યકરો,માં નારાજગી ના પ્રવર્તે તેવા ગણિતના દાખલાઓ કરતી ભારતીય જનતા પાર્ટીમાં ના માત્ર જામનગર ઉતર વિધાનસભા બેઠક પર વિસ્તરણ સમયે મંત્રીપદ ની રાહ જોઈને બેઠેલા કેટલાય ધારાસભ્યો અને તેના ટેકેદારોમાં ગઈકાલ થી જાણે નારાજગી વ્યાપી ગઈ હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે....

ત્યારે ડેમેજકંટ્રોલના ભાગરૂપે હવે આગામી સમયમાં ભાજપ નારાજ ધારાસભ્યો અને તેના સમર્થકો અને કાર્યકરો ને કઈ રીતે મનાવવામાં સફળ થશે તે જોવું પણ રસપ્રદ બની રહેશે..અન્યથા જેમ સૌ જાણે છે તેમ જો આવી નારાજગીઓ દુર ના થાય તો તેના પરિણામો ચુંટણીના પરિણામોમાં ખુબ મોટી અસર પાડતા હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે...