ભાજપ પાસે એવી કોઈ નોટ નથી કે મને ખરીદી શકે:પ્રવીણ મુસડીયા 

રાજ્યસભાની ચાર બેઠકોની ચુંટણીનું થશે મતદાન

ભાજપ પાસે એવી કોઈ નોટ નથી કે મને ખરીદી શકે:પ્રવીણ મુસડીયા 

Mysamachar.in-જામનગર:

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચુંટણીને લઈને દરવખતની જેમ રાજકારણ આ વખતે પણ ભારે ગરમાયું છે, અને દર વખતની જેમ તોડજોડનીતિ અખત્યાર થવાની વાતો રાજ્યમાં ઉડી રહી છે, જો કે તેમાં તથ્ય કેટલું તે મતદાન બાદ જ સામે આવી શકે, ત્યારે જામનગર જીલ્લાની કાલાવડ અનામત બેઠકના ધારાસભ્ય પ્રવીણ મુસડીયાનું નામ ભાજપ સાથે જોડાવવાની બાબતને લઈને ઉછળતા વાત વધુ ના વણસે તે માટે તેવોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરી દીધી છે, 


પ્રવીણ મુસડીયાએ જે નિવેદન જાહેર કર્યું છે તેમાં તેને સ્પષ્ટ કર્યું છે કે હું કોંગ્રેસનો પાયાનો અને વફાદાર કાર્યકર છું, કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ અને મારી જરૂરિયાત ઓછી છે એટલે હું કોઈ લોભલાલચમાં આવીશ નહિ, અને હું ભાજપમાં ભળીશ નહિ ઉપરાંત ભાજપ પાસે કોઈ એવી નોટ નથી કે મને ખરીદી શકે, અને જો કોઈ મને ખરીદ કરવાની વાત કરશે તો હું તેને જડબાતોડ જવાબ આપીશ તેવી વાત પણ તેમને વિડીયોમાં કરી છે.