mysamachar.in-
લોકસભાની ચુંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે,ત્યારે બને મુખ્યપક્ષો સહીત અન્ય તમામ પક્ષોએ પણ ઉમેદવારોની આખરીયાદી ને ઓપ આપી દીધા બાદ તબક્કાવાર ઉમેદવારોના નામોની જાહેરાત થઇ રહી છે,ત્યારે આજે ભાજપના કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ગુજરાતની લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામનો યાદી જાહેર કરી દેવામાં આવી છે,જેમાં એક નામ અમિત શાહનું અગાઉ થી ગાંધીનગર બેઠક પરથી જાહેર થઇ ચૂક્યું હતું,
જે નામો જાહેર કરવામાં આવ્યા છે તેમાં જે રીતે પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી,તે પ્રમાણે જામનગર લોકસભા બેઠક પરથી જામનગર સાંસદ પુનમબેન માડમ ને રીપીટ કરવામાં આવ્યા છે,જયારે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે રાઘવજી પટેલ નું નામ જાહેર કરવમાં આવ્યું છે,પુનમબેન માડમ ઉપરાંત ક્યાં ઉમેદવારને કઈ સીટ પરથી નામ જાહેર કરવામાં આવ્યું છે,તેનું લીસ્ટ આ પ્રમાણે છે.
રાજકોટ મોહન કુંડારિયા
ભાવનગર ભારતીબેન શિયાળ
કચ્છ વિનોદ ચાવડા
અમરેલી નારન કાછદિયા
સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા
નવસારી સી આર પાટીલ
અમદાવાદ કિરીટ સોલંકી
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ
ખેડા દેવસિંહ ચૌહાણ
ભરુચ મનસુખ વસાવા
વડોદરા રંજનબેન ભટ્ટ
દાહોદ જસવંતસિંહ ભાભોર
બારડોલી પ્રભુભાઈ વસાવા