ગુજરાતના આ 'મોદી' હાલ ભારે ચર્ચામાં, વીડિયો વાયરલ

ટીકટોક વીડિયો વાયરલ

ગુજરાતના આ 'મોદી' હાલ ભારે ચર્ચામાં, વીડિયો વાયરલ

Mysamachar.in-ભરૂચઃ

દેશ-દુનિયામાં મોદી નામ ખુબ જાણીતું છે, પરંતુ શું તમને ખબર છે ગુજરાતમાં હાલ એક અન્ય મોદી ભારે ચર્ચામાં છે ? જી, વીડિયો પ્લેટફોર્મિંગ પ્લેટફોર્મ ટીકટોકમાં એક વીડિયો વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ભરૂચ ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કમલેશ મોદી ઉર્ફ મુન્નાનો છે. આ કથિત વીડિયોમાં આ શખ્સ કહી રહ્યો છે કે 'સંજુબાબા તો 50 તોલા પહનતા હૈ, મુન્નાબાબા તો 100 તોલા પહન કે ઘૂમતા હૈ, ઔર પીતા હૈ ડબલ બ્લેક, કિસી કી હિંમત હો તો, મુન્નાભાઇ કે ગિરેબાન મે હાથ ડાલ કે દેખે ફિર પતા ચલેગા કિ નરેન્દ્ર મોદી ઔર કમલેશ મોદી ગિરેબાન મે હાથ ડાલને સે ક્યા હોતા હૈ'. વીડિયોમાં દેખાતા આ શખ્સે હાથ-ગળામાં સોનાના દાગીના પહેરેલા છે, તો હાથમાં દારૂની બોટલ પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. Mysamachar.in આ વીડિયોની પુષ્ટી કરતું નથી, પરંતુ જો આ વીડિયો સાચો હશે તો દારૂબંધીવાળા ગુજરાતમાં ખુદ સત્તાપક્ષના નેતાઓ દ્વારા આવી રીતે વીડિયો બનાવવામાં આવી રહ્યાં છે તે શરમજનક કહેવાય. બીજી બાજુ ભરૂચ SPનું કહેવું છે કે સ્થળ પર દરોડા પાડવામાં આવશે અને જો નશાકારક વસ્તુ મળી આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.