ભાજપના મહામંત્રીએ વોટ્સએપ ગ્રૂપમાં ધડાધડ 80 બિભત્સ વીડિયો મૂક્યા

ગ્રૂપમાં અનેક મહિલા કાર્યકર હતી

ભાજપના મહામંત્રીએ વોટ્સએપ ગ્રૂપમાં ધડાધડ 80 બિભત્સ વીડિયો મૂક્યા

Mysamachar.in-અમદાવાદઃ

આમ તો નેતાઓ સાથે સેક્સકાંડ શબ્દ વર્ષોથી જોડાતો આવ્યો છે, અનેક જનતાના કહેવાતા પ્રતિનિધિઓની સીડીઓ બહાર આવી ચૂકી છે. તેમ છતા હજુ પણ નેતાઓ સુધરવાનું નામ લેતા નથી, વધુ એક નેતા વોટ્સએપમાં બિભત્સ વીડિયો પોસ્ટ કરી ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના એક વોટ્સ એપ ગ્રૂપમાં ખુદ મહામંત્રીએ ધડાધડ 80 જેટલા બિભત્સ વીડિયો પોસ્ટ કરી દીધા. આ ગ્રૂપમાં અનેક મહિલા કોર્પોરેટર અને મહિલા કાર્યકરો એડ છે, વીડિયો પોસ્ટ થયા બાદ શરમમાં મૂકાયેલા રાજકીય આગેવાનો એક પછી એક ગ્રૂપમાંથી રિમૂવ થઇ ગયા. જો કે આ વાત બહાર આવી ગઇ અને શહેરભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ ગ્રૂપનું નામ ગુજરાતીમાં ‘નરોડા (12) મોદી ફિર સે’ લખેલું છે. ઉલ્લેખનીય છે કે વ્હોટ્સએપ પર બિભત્સ વીડિયો મૂકવાની આ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ સુરતમાં ભાજપના કાર્યકરોના એક ગ્રૂપમાં અશ્લિલ તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી.