કલ્યાણપુર:બોક્સાઈટ ભરેલ ટ્રકને રોકતા કર્મચારી પર દેવાવાળી

હાથના કર્યા હૈયે વાગ્યા...

કલ્યાણપુર:બોક્સાઈટ ભરેલ ટ્રકને રોકતા કર્મચારી પર દેવાવાળી

 Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દ્વારકા જીલ્લામાં બેફામ ખનીજચોરી થઇ રહી છે, તે બાબત હવે કાઈ છાની નહિ પણ જગજાહેર છે, છતાં પણ વિભાગોની મિલીભગતને કારણે બધું ચાલે છે, એવામાં હાથના કર્યા હૈયે વાગે તેમ દ્વારકા ખાણખનીજ વિભાગની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે, વાત એવી છે કે દ્વારકા જીલ્લાના ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સહિતના કર્મચારીઓની ટીમ લીંબડી ચરકલા નજીક ચેકીંગમાં હતા તે વેળાએ ટ્રકનંબર GJ-10-TV-5569 નંબરનો ટ્રક બોકસાઈટનો જથ્થો ભરીને નીકળતા તેની તપાસ કરવામાં આવતા ટ્રકચાલક પાસેથી રોયલ્ટી કે પાસ પરમીટ ખનીજવહન અંગેના ના મળી આવતા ખાણખનીજ ના કર્મચારીઓ આ વાહનને લઈને જઈ રહ્યા હતા, ત્યારે ટ્રકચાલક અને તેના માલિક ભાવેશ ચાવડા એ ત્યાં આવી અને પોતાની કારમાંથી ધોકા સાથે ઉતરીને કર્મચારીઓને ધકો માર્યા બાદ હુમલો કરી ફરજમાં રુકાવટ કરવા સાથે પાસપરમીટ વગર ખનીજ વહન કરવા મતલબની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.