અંતે એલઆરડી ની પરીક્ષા પૂર્ણ થઇ ખરા..

અંતે એલઆરડી ની પરીક્ષા પૂર્ણ થઇ ખરા..

mysamachar.in-ગાંધીનગર

એક માસ પૂર્વે ગુજરાતમાં યોજાનારી એલઆરડી એટલે કે લોકરક્ષક દળની પરીક્ષા નું પેપર શરૂ થાય તે પૂર્વે જ ફૂટી જતા રાજ્યસરકારના હોંશ ઉડી જવા પામ્યા હતા,એવામાં તાત્કાલિક તપાસોના આદેશો આપી અને પેપર ફોડનારાઓ સુધી પોલીસ પહોચી ગયા બાદ આજે ફરી વખત પરીક્ષા લેવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું

ત્યારે આજે પહેલા રહી ગયેલ તમામ ચુકને દુર કરીને ચુસ્ત પોલીસ બદોબસ્ત વચ્ચે રાજ્યભરમાં સવારે ૧૧:થી ૧૨ વાગ્યા સુધી લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા રાજ્યસરકારે રાહતનો શ્વાસ લીધો છે,જો કે પરીક્ષાર્થીઓને સામાન્ય અગવડો પણ ભોગવવી પડી હોવાનું ચિત્ર પણ રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર સામે આવ્યું હતું.પણ એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમા પરીક્ષા પૂર્ણ થઇ જતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.