Mysamachar.in-વડોદરા:
રાજ્યમાં કેટલાય શહેરોમાં સ્પાના નામે દેહવિક્રયના ધંધાઓ ચાલે છે, અને જયારે જયારે પોલીસને માહિતી મળે કે કઈક કામગીરી કરવાની ઈચ્છા થાય ત્યારે આવા આવા સ્પા સેન્ટરો પ્રર દરોડાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમી રહેલા સ્પામાં ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાંચે સ્થાનિક પોલીસની મદદ લઇને શહેરના અલકાપુરી, ગોત્રી, અટલાદરા સહિત વિવિધ વિસ્તારોમાં ચાલત દસ જેટલા સ્પામાં સામુહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાંચને સ્પાના ઓથા હેઠળ દેહવેપાર ચાલતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારા સ્ટેટ ક્રાઇમ બ્રાંચની ટીમો વડોદરામાં ઉતરી પડી હતી.
અને અક્ષરચોક ખાતે આવેલા પર્પલ, ગોત્રીમાં ડોલ્ફીન, તાંદલજામાં કોશીયા, અકોટામાં શોલ, વાસણા-ભાયલી રોડ ઉપરના કેન્દ્રીય, અલકાપુરી-ગાત્રી રોડના લોટ્સ સ્પા, ગોત્રી સારાભાઇ રોડ ઉપરના રોયલ લેન્લેન્સ, ગોત્રી રોડ ઉપરના અવીનમાં સામુહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસને દરોડા દરમિયાન કઢંગી હાલતમાં યુવકો અને યુવતીઓ મળી આવી હતી. આ ઉપરાંત સ્પામાંથી કોન્ડોમ, દારૂની બોટલો જેવો મુદ્દામાલ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. સ્પામાંથી પકડાયેલી તમામ યુવતીઓ થાઈલેન્ડ અને લેઓસની રહેવાસી મહિલાઓ છે. જે ટુરિસ્ટ વીઝા પર આવીને વર્ક પરમીટ વગર કામ કરતા ઝડપાઇ હતી.