જામનગર:આર્ય સમાજના  માનદ મંત્રી તરીકે મહેશભાઈ રામાણીની વરણી કરાઈ 

મહેશભાઈ એ વિવિધ સંસ્થાઓમાં હોદાઓ ભોગવી ચુક્યા છે

જામનગર:આર્ય સમાજના  માનદ મંત્રી તરીકે મહેશભાઈ રામાણીની વરણી કરાઈ 

mysamachar.in-જામનગરઃ 

આર્યસમાજ-જામનગરના પાયાના પથ્થર અને પૂર્વ પ્રમુખ ભાણજીભાઇ સંઘરાજભાઈ પટેલ ના સુપુત્ર જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી તેમજ નાનપણથી જ આર્યસમાજ(વૈદિક) વિચારધારાના ચુસ્ત હિમાયતી એવા મહેશભાઈ રામાણીની આર્ય સમાજ જામનગર અને આર્યવિદ્યાસભા જામનગરના માનદ મંત્રી તરીકે તાજેતરમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી છે મહેશભાઈ રામાણી હાલમાં કો.કો.બેંકના વાઇસ ચેરમેન,એમ.પી.શાહ ઉદ્યોગનગર એસો.ના ઉપપ્રમુખ,શ્રી વૈદિક સાહિત્ય પ્રકાશન મંડળના પ્રમુખ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ,લાખોટા જળ સંચય અભિયાન સમીતી તેમજ અનેક સામાજીક તથા ઔદ્યોગિક સંસ્થાઓ સાથે જોડાઈ નિઃસ્વાર્થભાવે સેવા આપી રહ્યા છે,

તેઓએ આર્ય સમાજ જામનગરના માનદમંત્રી,ઉપમંત્રી અને કોષાધ્યક્ષ,જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના માનદમંત્રી,એમ.પી.શાહ ઉદ્યોગનગર એસો.ના માનદમંત્રી,કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ,પટેલ બોર્ડિંગ તથા સરદાર પટેલ વિદ્યાલયના કારોબારી સભ્ય,શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપના સ્થાપક પ્રમુખ,જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લી.હાપાના ડાયરેક્ટર,સરદાર પટેલ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ફાઉન્ડર ચેરમેન,લાયન્સ ક્લબ ઓફ વેસ્ટ,જામનગર એન્જી વર્કસ એસો.ના ખજાનચી તદુપરાંત અનેક જાણીતી સમાજસેવી સંસ્થાઓમાં તેમણે વિવિધ હોદ્દામાં પોતાની સેવા આપેલ છે, 

આર્ય સમાજ જામનગરમાં અન્ય હોદેદારો સર્વાનુમતે યથાવત રહ્યા છે જેમાં પ્રમુખ દીપકભાઈ જ્યંતીલાલ ઠક્કર સહિતના  હોદેદારો ના હોદાઓ યથાવત રહેલા છે.