મનપાના બજેટમાં દર્શાવતા વિકાસના કામો થાય છે ખરા...?

આ વર્ષ બજેટમાં ૩૩૭.૫૫ કરોડના કામોનું આયોજન 

મનપાના બજેટમાં દર્શાવતા વિકાસના કામો થાય છે ખરા...?

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા દરવર્ષ રાબેતામુજબ પોતાનું વાર્ષિક અંદાજપત્ર રજુ કરે છે, આ વર્ષ પણ ગત ૩૧ જાન્યુઆરીએ મ્યુ.કમીશનર સતીશ પટેલે વર્ષ 2020/21 માટેનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું, જેમાં ૩૩૭.૫૫ કરોડના વિકાસના કામો દર્શાવવામાં આવ્યા છે, પણ આટલા બધા વિકાસકામો ને જોઇને એમ થાય કે શું ખરેખર આ કામો આવતા વર્ષ દરમિયાન થશે ખરા..કારણ કે વર્ષોથી બજેટનો અભ્યાસ કરતા એવું જણાઈ આવે કે કામો તો ખુબ બતાવવામાં આવે છે પણ ગ્રાન્ટનો અભાવ કે અન્ય કારણોસર આવા કામોનું બજેટવર્ષ જ નહિ તે પછીના વર્ષોમાં પણ કોઈ અસ્તિત્વ જોવા મળતું નથી,

આ વર્ષે પણ બજેટમાં જે રૂપકડા કામો દર્શાવવામાં આવ્યા છે તેની હાઈલાઈટસ જોઈએ તો...હાપા અને લાલુપુર બાયપાસ રોડ પર બે નવા ફાયર સ્ટેશન બનાવવા, શહેરમાં જુદા જુદા ૩ સ્થળોએ ગાર્ડન બનાવવા, પેડેસ્ટ્રીયન ક્રોસિંગ બનાવવા, બાલ્કન જી બારી વાળી જગ્યામાં સાયન્સ નોલેજ પાર્ક બનાવવો, સી ફેસ ડેવલોપમેન્ટ કરવો, શહેરના રસ્તાઓ પર ૧૦ સીએનજી બસો દોડાવવી વગેરે એમ મળી કુલ કરોડના કામો તો અંદાજવામાં આવ્યા છે,,.પણ આ કામો થાય તે દિવસ સાચું..