શું રાઘવજી પટેલથી લોકો રાખી રહ્યા છે અંતર.?

તસ્વીર બોલે છે..

શું રાઘવજી પટેલથી લોકો રાખી રહ્યા છે અંતર.?

mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં આ વર્ષે અનિયમિત અને અપૂરતો વરસાદ પડેલ હોવાથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે,અને પાકવીમાના પ્રશ્નો પણ સળગતા છે,જેને લઈને ગ્રામીણ વિસ્તારોમા જબરો રોષ જોવા મળે છે,તેવામાં લોકસભાની ચૂંટણી સાથે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવવાની છે,જેમાં જામનગર ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રસ ઉડી ગયો  હોય તેમ નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે,ઉમેદવાર રાઘવજી પટેલ એક ગામમા બેઠકમા પહોચ્યા ત્યારે લોકોની પાખી હાજરી એ વાતનો પુરાવો આપે છે, 2012માં કોંગ્રેસના નામે રાઘવજી પટેલ મતો માંગ્યા બાદ હવે ભાજપના નામે મતો  માંગવા નીકળતા પ્રજા પણ મૂંઝવણમાં મુકાઈ ને પક્ષપલ્ટુ એવા રાઘવજી પટેલ ને ઓળખી ગયા હોય તેમ ક્યારેક કોંગ્રેસના નામે તો ક્યારે ભાજપના નામે મત માંગવા જતા નેતોઓથી લોકો કઈ રીતે અંતર રાખે છે અને આવકાર આપતા નથી તે ઉપરોક્ત તસ્વીર સ્પષ્ટ કરે છે.