પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવા કાલાવડ ધારાસભ્યની આગેવાનીમાં અપાયું આવેદનપત્ર

પશુઓ પાણી વિના મરી રહ્યા છે...

પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવા કાલાવડ ધારાસભ્યની આગેવાનીમાં અપાયું આવેદનપત્ર

Mysamachar.in-જામનગર:

ગતવર્ષ ચોમાસું નબળું રહેતા સૌરાષ્ટ્ સહીત જામનગર જીલ્લાની સ્થિતિ પીવા અને સિંચાઇના પાણીને લઈને ભારે ગંભીર બની છે,ત્યારે કાલાવડ વિધાનસભા હેઠળ આવતા ધ્રોલ અને જોડિયા તાલુકાને તો સરકાર દ્વારા અછતગ્રસ્ત તાલુકા તરીકે પણ જાહેર કરવામાં આવ્યા છે,છતાં જરૂરી વ્યવસ્થાઓનો અભાવ હોય આજે કાલાવડ ધારાસભ્ય પ્રવિણ મુછડીયાની આગેવાનીમાં આજે ધારાસભ્ય વિક્રમ માડમ,લોકસભાના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા સહિતના કોંગી આગેવાનો,કાર્યકરો અને સ્થાનિકો આજે કલેકટર કચેરી ખાતે આ મામલે યોગ્ય થવા માટે રજૂઆત અર્થે પહોચ્યા હતા,

રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે ગામડાઓમાં પશુ માટે ઘાસચારાની કોઈ વ્યવસ્થા સાથે પશુઓ માટે પીવાના પાણીના ટેન્કરો મંજુર કરી અને અવેડાઓમા પાણી ઠાલવવામાં આવે,જે હેન્ડપંપ ગ્રામીણ વિસ્તારોમાં લાંબા સમયથી બંધ થઇ ચુક્યા છે,તેને ત્વરિત ચાલુ કરી પશુઓ માટે પાણીઘાસચારો અને લોકોને પણ યોગ્ય પાણી વિતરણ થાય તેવી રજૂઆત કરી હતી.