ટ્રાફિકડ્રાઈવ સિવાય પોલીસને આ બાબતો પર ધ્યાન આપવા MLA વલ્લભ ધારવિયા એ કરી ટકોર...

ગૃહમંત્રી ને પણ કરી રજૂઆત

ટ્રાફિકડ્રાઈવ સિવાય પોલીસને  આ બાબતો પર ધ્યાન આપવા MLA વલ્લભ ધારવિયા એ કરી ટકોર...

mysamachar.in-જામનગર

શહેર મા છેલ્લા ચાર દિવસથી પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત રીતે ચાલુ કરવામા આવેલ અતિશયોક્તિ ભરી ટ્રાફિક ડ્રાઈવ ને લઈને ઠેર ઠેર થી વિરોધ નો સુર ઉઠ્યો છે,જાગૃત નાગરિકો,વકીલ,સામાજિક સંસ્થાના આગેવાન બાદ આજે જામનગર ગ્રામ્ય ના ધારાસભ્ય વલ્લભ ધારવિયા એ પણ આ મામલે એક અખબારી યાદી પ્રસિદ્ધ કરી અને ગૃહમંત્રી સુધી આ મામલે આકરા શબ્દોમા રજૂઆત કરી છે,

છેલ્લા ચાર દિવસથી ટ્રાફિક ડ્રાઈવના નામે જનતા પર પોલીસ તંત્ર દ્વારા રીતસરની જોહુકમી પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોય કાયદો તોડતા,અપરાધ કરતા અને કાનુની રીતે ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારા લોકોનું બચાવ કરવાનો અહીં હેતુ નથી,પરંતુ સીધા-સાદા લોકો જે ટ્રાફિકના નિયમને તોડવા માંગતા નથી અને તેમાં મોટા પ્રમાણમાં મહિલાઓનો પણ સમાવેશ છે,તેમને ચોકે-ચોકે રોકી-રોકીને કનડવાની જે પ્રક્રિયા ચાલી રહી છે તેનો સ્વાભાવિક રીતે વિરોધ અહીં નોંધાવવામાં આવી રહ્યો છે,

પોલીસ તંત્રને એ દિશા દેખાડવાની કોશિષ કરવામાં આવી રહી છે,જ્યાં વાસ્તવમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાય છે જ્યાં અપરાધીઓ બેખૌફ રીતે ગુન્હો આચરે છે,તાજેતરમાં જ એવી કેટલીક ઘટનાઓ બની છે જેનાથી જામનગર શહેર-જિલ્લામાં પોલીસ તંત્રની ધાક નામશેષ થઈ ગઈ હોવાનું તંત્રએ મહેસુસ કર્યા છે,મીડિયાએ ટકોર કરી છે એ દિશામાં કામ કરવાના બદલે પોલીસ તંત્ર ખોટા ટ્રેક પર હોય એવું લાગી રહ્યું છે,

 સવાર પડતાની સાથે આખે-આખા પોલીસ તંત્રને ટ્રાફિકનું જ કામ હોય તે રીતે વહેલી સવારથી સ્કૂલ-ટયુશને જતાં વિધાર્થી-વિધાર્થીનીઓ તેમજ જરૂરી કામ લઈને નીકળતી મહિલાઓ સહિતના તમામને ઝપટે લેવામાં આવી રહ્યા છે,ઘણાં સ્થળે વિવેક પણ ચુકવામાં આવી રહ્યો છે,જાણે વાહનચાલક મોટો અપરાધી હોય એ રીતે "સાઈડમાં રાખ,સાઈડમાં રાખ.."એવા અવિવેકી સવાંદો પણ કહેવામાં આવતા હોવાની ફરિયાદ શહેરીજનોમાંથી ઉઠવા પામી છે,

પોલીસ તંત્રનું પહેલું અને મુખ્ય કામ કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવાનું છે,આ દિશામાં નજર કરીએ તો છેલ્લે કેટલાક મહિનાઓમાં યુ.પી.બિહારને શરમાવે એવા અપરાધો જામનગર શહેરમાં ખુલ્લેઆમ થયા છે,સરાજાહેર હત્યાઓ થઈ છે,હુમલાઓ થયા છે,ચોરી અને લૂંટફાટ તો જાણે રોજિંદા બની ગયા હોય એવી સ્થિતિ છે, દારૂ ઉપર કોઈ કંટ્રોલ નથી,કયાંથી આવે છે,કોણ વેંચે છે એ સમજાતું નથી,કારણ કે માંગોએ બ્રાન્ડની દારૂની શહેરમાં ઉપલબ્ધ છે અને છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુન્હાખોરી ફાટીને ધુમાડે   હોવાની સ્થિતિ વચ્ચે માત્ર ટ્રાફિક જ શા માટે દેખાઈ આવે છે??

છેલ્લા ચાર દિવસ દરમ્યાન પોલીસ અને ટ્રાફિક પોલીસ દંડા પછાડીને જેના પર કાર્યવાહી કરી ચુકી છે,એવા લોકોમાંથી પણ એવા પ્રકારની લાગણી ઉઠી રહી છે કે,દરેકને પોતાની ભુલ સુધારવાની તક મળવી જોઈએ અને જો ભૂલ ન સુધરે તો કાનૂની પ્રક્રિયા થવી જોઈએ પહેલા જ ધડાકે દંડ પછાડીને કાયદાના પાઠ શીખવી દેવા એ ન્યાયીક પ્રક્રિયા નથી 

પોલીસ તંત્ર શહેરીજનો પર ખૌફ પેદા કરતી આ ટ્રાફિક ડ્રાઈવ નામની ઝુંબેશ ચાલુ જ રાખશે તો,ના છુટકે ધારાસભ્યએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ અંતે ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે.