પ્રેમ બાદ લગ્ન નહિ થઇ શકે તેવા ભયથી યુવકે...

જામજોધપુરના ગીંગણીની ઘટના...

પ્રેમ બાદ લગ્ન નહિ થઇ શકે તેવા ભયથી યુવકે...
symbolic image

Mysamachar.in-જામનગર:

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે અને ક્યારે કોની સાથે કોને પ્રેમ સબંધ બંધાઈ જાય કોઈને તેની ખબર રહેતી નથી...અને પ્રેમીઓ એકબીજા ને પામવા મોતને પણ મીઠું કરી લેતા હોય છે, ત્યારે જીલ્લાના જામજોધપુર ગામે આવી જ એક ઘટના સામે આવી છે, રવિ રમેશભાઈ ડાભી નામના ૨૧ વર્ષીય યુવકને ગામમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમસબંધો બંધાયા હતા, પણ જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન નહિ થઇ શકે તેવા ભયથી રવિએ ગતસાંજે ગામ નજીક આવેલ વેણુ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.