પ્રેમિકાએ દીધો દગો અને પ્રેમીએ ટૂંકાવી જિંદગી...

પોલીસે વધુ તપાસ હાથ ધરી

પ્રેમિકાએ દીધો દગો અને પ્રેમીએ ટૂંકાવી જિંદગી...
પ્રતિકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર 

આજના જમાનો સોશિયલ મીડિયાનો જમાનો છે,અને તેમાંય યુવકો અને યુવતીઓ વિવિધ માધ્યમોથી ખુબ ઝડપી આર્કષાઈ જઈ અને પ્રેમસબંધોમાં પડી જતા હોય છે,પણ પ્રેમમા ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા પણ મળતી હોય છે,ત્યારે નિષ્ફળતા કે એકતરફી પ્રેમના કિસ્સાઓ યુવક અને યુવતીઓને આપઘાત સુધી પણ લઇ જાય છે,

આવો જ એક પ્રેમી નો કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામા સામે આવ્યો છે ઓખાના આર.કે.બંદર શિવ જેટી પર મૂળ ગીરસોમનાથ જીલ્લાના ભરત મકવાણા નામના યુવકએ કોઈ પ્રવાહી પીધા બાદ ગળાફાંસો ખાઈ ને મોતને વ્હાલું કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે,

આપઘાતના આ બનાવ બાદ ઓખા પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં આ આપઘાત પાછળ પ્રેમમા મળેલ દગો હોવાનું સામે આવ્યું છે,મૃતક ભરત સોનલ નામની યુવતી સાથે પ્રેમસબંધ બાંધી બેઠો  હતો પણ સોનલ ની સગાઇ તેના પરિવાર દ્વારા અન્ય યુવક સાથે કરાવી દેવામાં આવતા ભરત ને મનોમન લાગી આવતા પ્રેમમાં દગો થયાની અનુભતી થઇ હોવાથી તેણે એસીડ જેવું પ્રવાહી પી જઈ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી છે,

ઓખા પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.