અને હત્યાના પ્રયાસનો આરોપી કોર્ટમાં થી જ ભાગી છુટ્યો...

આરોપીને ઝડપવા પોલીસ ધંધે લાગી

અને હત્યાના પ્રયાસનો આરોપી કોર્ટમાં થી જ ભાગી છુટ્યો...

mysamachar.in-જામનગર:

જામનગર કોર્ટ પરિસરમાં ગતસાંજે જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેવું લાગ્યું તેની પાછળ નું કારણ આરોપીનું પોલીસને ચકમો આપી નાશી જવું હતું,જે રીતે પોલીસમાં થી માહિતી પ્રાપ્ત થઇ રહી છે તે પ્રમાણે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના પ્રયાસના એક ગુન્હામાં બેડીના ગરીબનગર વિસ્તારમાં રહેતા આરોપી જાફર અબ્બાસભાઈ બેલાઈ ને અન્ય પાંચ જેટલા આરોપીઓ સાથે કોર્ટમાં રજુ કરાયો હતો,

જ્યાં કોર્ટ દ્વારા આરોપી નું જેલવોરંટ ભરવામાં આવતા હાજરરહેલ પોલીસકર્મીઓ આરોપી જાફર ને સાથે લઈને ચીફકોર્ટની રજીસ્ટર ઓફીસ ખાતે રાઉન્ડશીલ સહિતની કાર્યવાહી માટે જતા હતા તે  દરમિયાન આરોપી જાફર એ ચાલાકી વાપરી પોલીસની નજર ચૂકવીને કોર્ટ કમ્પાઉન્ડમા થી ભાગી છુટતા પોલીસને તેની પાછળ દોડી હતી અને તેને ઝડપી પાડવા પ્રયાસો કર્યા હતા પણ આરોપી નાશી છૂટવામાં સફળ રહેતા પોલીસ હાલ તો ધંધે લાગી છે,

હત્યાના પ્રયાસનો આરોપી પોલીસને ચકમો આપી નાશી જતા પોલીસ કસ્ટડીમાં થી નાશી જવા અંગે જાફર વિરુદ્ધ સીટી એ ડિવીજન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી અને તેની શોધખોળ આદરી છે.