ઓ..હો..૫૮ વર્ષીય કાકા ૧૦૦ગ્રામના ૧૩ લાડુ દાબી ગયા...તો મહિલા અને બાળકે પણ...

આજે હતી લાડુ આરોગવાની સ્પર્ધા.. 

ઓ..હો..૫૮ વર્ષીય કાકા ૧૦૦ગ્રામના ૧૩ લાડુ દાબી ગયા...તો મહિલા અને બાળકે પણ...
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

આજે ગણેશચતુર્થીનો તહેવાર છે,ત્યારે ગણપતિજીને તો મોદક પ્રિય છે જ પણ સાથે સાથે શ્રદ્ધાળુઓને મન પણ મોદક એટલે કે લાડુ એટલા જ પ્રિય છે, ત્યારે જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષ પણ ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા જામનગર ખાતે યોજાઈ..જેમાં નાના મોટા સૌ કોઈએ ઉત્સાહ્ભેર ભાગ લીધો કુલ ૩૧ પ્રતિસ્પર્ધીમા સૌથી વધુ ધોરાજીના ૫૮ વર્ષીય કાકાએ ૧૩  લાડુ આરોગી અને મેદાન માર્યું...

આજે ગણેશચતુર્થી નિમિતે સતત ૧૨મા વર્ષે યોજાયેલ ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાના છે, જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા ૧૨  વર્ષથી ગણેશચતુર્થીના દિવસે શહેરમાં આવેલ સંસ્કૃત પાઠશાળા ખાતે ગણેશજીને પ્રિય એવા મોદક આરોગવાની અનોખી ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે...આજે પણ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકોએ હોંશભેર ભાગ લઇ લાડુ ઝાપટ્યા..
આ સ્પર્ધામાં નાતીજાતીના ભેદભાવ વિના દરવર્ષ કેટલાય સ્પર્ધકો જેમાં નાના બાળકો થી માંડીને વયોવૃધ લોકો પણ મોદક આરોગવાની આ અનોખી સ્પર્ધામાં ભાગ લે છે...આ સ્પર્ધામાં ૧૦૦ ગ્રામ વજન ધરાવતો લાડુ કોઈ સ્પર્ધક બે તો કોઈ સ્પર્ધક ૧૫ લાડુ સુધી ખાઈ અને પ્રોત્સાહક ઇનામો મેળવે છે...શુદ્ધ ચોખા ઘીના લાડુ સાથે ગરમાગરમ દાળ અહી સ્પર્ધકો ને પીરસવામાં આવે છે..અને સ્પર્ધકો પણ આ રસપ્રદ સ્પર્ધા માં ભાગ લઇ અને આનંદિત થાય છે..આજની આ સ્પર્ધામાં સૌથી વધુ ૧૦૦ ગ્રામના ૧૩ લાડુ ખાઈ અને ધોરાજીના નવીન દવે નામના ૫૮ વર્ષીય વૃદ્ધે મેદાન માર્યું...

તો બાળકો અને મહિલાઓ પણ લાડુ ખાવામાં કઈ રીતે પાછળ રહી જાય ત્રણ કેટેગરીમાં બાળકોની કેટેગરીમાં કેવિન વાઢેરે ૫ લાડુ દાબ્યા જયારે મહિલાઓની કેટેગરીમાં મિતલબેને પણ ૧૦૦ ગ્રામના ૬ લાડુ દાબી જઈને રેકોર્ડ બનાવી દીધો..આમ એક દાયકાથી પણ વધુ સમયથી જામનગરના આંગણે બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાતી લાડુ ખાવાની સ્પર્ધા આજે પણ યોજાઈ અને આજના ફાસ્ટફૂડ ના યુગમાં પણ ચોખ્ખા ઘી ના લાડવા કોણ કેટલા આરોગી શકે છે તે મપાઈ ગયું.