Mysamachar.in-જામનગર
જામનગરમા હાલ કોરોનાના સંક્રમણ વખતે સમગ્ર તંત્ર કામગીરીઓમા લાગ્યુ છે, અને જુદા-જુદા કર્મચારીઓને જુદી-જુદી ફરજો સોંપાઇ છે, ત્યારે એક QRT ટીમના કર્મચારીએ ફરજ કોરાણે મુકી બિનજરૂરી ઉત્સાહ દર્શાવતા ઉચ્ચ અધિકારીએ તેને ખખડાવ્યાની વાત સમગ્ર જીલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે, જોકે ત્યારબાદ પણ આ ઉત્સાહી બંદા સુધરશે કે કેમ તે સવાલ છે કેમકે અગાઉ એક સંવેદનશીલ મામલે આ ઉત્સાહી બંદા સીફત થી બચી ગયેલા જોકે તે માટે તેને કવાયત ખુબ કરવી પડી હતી,
વાત જાણે એમ છે કે શરૂ સેક્શન રોડ પરની સરકારી કોલોનીમાં એક કર્મચારીને ત્યા કોઇ હોમકોરોન્ટાઇન હતુ તે બહાર નીકળ્યા હોય કે તેના તરફથી કોઇ તકલીફ રહેતી હોવાના મામલે પાડોશીઓએ મોરચો માંડી ઝઘડો પણ કર્યો તેથી આ કર્મચારીના સાથી કર્મચારી જે QRT ટીમમા છે, તેણે ઉત્સાહ દર્શાવી સ્થળ ઉપર જઇ પેલા કોરોન્ટાઇન વ્યક્તિને નિયમોના ચુસ્ત પાલન કરવાનુ કહેવાના બદલે પાડોશીઓ સામે રોફ જમાવ્યો હતો, આ મામલો ઉચ્ચ અધીકારી સુધી પહોંચતા કોરોન્ટાઇન ટીમના આ મહેસુલી કર્મચારીને બોલાવી સિદ્ધાંતવાદી હોવાની સાથે સૌમ્ય તેમજ સરળ અધીકારીની છાપ ધરાવતા ઉચ્ચ અધીકારીએ આ ઉત્સાહી કર્મચારીને ખખડાવી માપમાં રહેવા જણાવ્યુ તેમજ ફરજ ભુલી રોફ જમાવવા ફરજ સિવાયના સ્થળે ન જવા તાકીદ કર્યાનુ કર્મચારી વર્તુળોમાં ચર્ચાય છે.