સત્સંગીઓ માટે અવસર ધ્યાન-સાધના માટે નીરવશાંતિનો માહોલ...

સત્સંગીઓ માટે અવસર ધ્યાન-સાધના માટે નીરવશાંતિનો માહોલ...
symbolic image

Mysamachar.in-જામનગર:

હાલ લોકડાઉન છે અને જેઓ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા નથી તેમના માટે ઘરે જ રહેવાની તક છે તેમા્ય જે સાધકો છે સત્સંગીઓ છે તેમના માટે તો અવસર છે, કારણ કે લોકડાઉનને કારણે વાતાવરણ વધુ શુદ્ધ અને શાંત બનતા માનસિક એકાગ્રતા વધુ કેળવવાના સંજોગો ઉજળા બન્યા છે, ધર્મ અને તત્વજ્ઞાન તો આપણો વારસો છે, તેના વિશે પુસ્તકો કે નેટ ઉપરથી જાણી તેને દ્દઢ કરવાનો અને તે દ્વારા સત્સંગનો અવસર આવ્યો છે, તે અવસરનો ભરપુર ઉપયોગ કરી શકાય છે, તેવી જ રીતે યોગસહિતની સાધનાઓ કરનાર માટે પણ અવસર છે, કેમ કે સર્વત્ર શાંતિ છે જે સાધના માટે શ્રેષ્ઠ માહોલ છે, આ સાધના સત્સંગથી ઉર્જા એકત્રીત કરવાનો અવસર ગુમાવાય નહિ તેમ જાણકારોનો મત છે.