જામનગર-રાજકોટ હાઇવે પર ૭ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

જામનગર-રાજકોટ હાઇવે પર ૭ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

Mysamachar.in-જામનગર:

આજે વહેલી સવારે ૯ વાગ્યાના અરસામાં જામનગર-રાજકોટ હાઇવે પર શેખપાટના પાટીયા પાસે એક પછી એક ૭ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા થોડી વાર મારે ભાગદોડ મચી જવા પામી હતી,સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી અને આ અકસ્માતમાં ઇજા પામેલાઓને જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે,

વધુમાં મળતી વિગત મુજબ શેખપાટના પાટીયા પાસે રસ્તાના રીપેરીંગનું કામ ચાલુ હોય ત્યાં એક બંધ હાલતમાં પડેલ ડમ્પર પાછળ અન્ય એક ડમ્પર અથડાયા બાદ અન્ય કાર જેવા વાહનો અથડાવા લાગતા ૭ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને થોડીવાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો.આ અકસ્માતના બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિકજામ ખુલ્લો કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.