કલ્યાણપુર નજીક અકસ્માત, બે કુટુંબી ભાઈઓના મોત 

પરિવારમાં શોકનું મોજું 

કલ્યાણપુર નજીક અકસ્માત, બે કુટુંબી ભાઈઓના મોત 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર નજીક એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે કુટુંબી ભાઈઓના મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે,  કલ્યાણપુરના નંદાણા ગામે વસવાટ કરતા ડાયાભાઈ પુંજાભાઈ મકવાણા ઉ.વ.૫૫ અને હમીરભાઈ વસ્તાભાઈ મકવાણા ઉ.વ. ૬૫ આ બન્ને કુટુંબીભાઈઓ પોતાનુ મોટરસાયકલ GJ-37 D-6242 લઈ અને જુવાનપુર ગામથી પોતાના ગામ નંદાણા આવતા હોય ત્યારે જુવાનપુર ગામ નજીક આવેલ રામરોટી આશ્રમ પાસે પહોચેલ ત્યારે બોલેરો ગાડી નં GJ-10 TX-0430 ની પુર ઝડપે અને ગફલતભરી રીતે બીજાની જીંદગી જોખમમાં મુકાય તે રીતે બેદરકારીથી ચલાવી બન્ને ભાઈઓને હડફેટ લીધા હતા, જેમાં બન્નેને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોચતા બન્નેના મોત નીપજ્યાનું જાહેર થયું છે, પોલીસે બોલેરોના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.