બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,બસમાં ફાટી નીકળી આગ અને 

૩ તો જીવતા જ ભૂંજાઈ ગયા

બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,બસમાં ફાટી નીકળી આગ અને 

Mysamachar.in-ભરુચ:

રાજ્યમાં અકસ્માતોની વધી રહેલી રંજાળ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકો જીવતા ભૂંજાય ગયા છે, ભરૂચ નજીક આવેલ હાઈવે પર  લુવારા પાટિયા નજીક એક ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાની સાથે જ બસમાં આગ ફાટી નીકળી હતી, બસમાં બેસેલા અન્ય તમામ મુસાફરો આબાદ બચી ગયા હતા, પણ ત્રણ લોકો એટલીહદે બળી ગયા હતા. મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યાં છે. સમગ્ર ઘટનામાં નબીપુર પોલીસે તપાસ હાથ ધરી છે, સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને કારણે હાઈવે પર મોટો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.