સિંહ પર ફરી સંકટ? અમરેલી ધારીના આંબરડી રેન્જમાં વધુ એક સિંહ બીમાર..

કેનયન ડિસ્ટેમ્પર વાયરસથી પીડિત હોવાની શક્યતા

સિંહ પર ફરી સંકટ? અમરેલી ધારીના આંબરડી રેન્જમાં વધુ એક સિંહ બીમાર..
ફાઈલ તસ્વીર

જુનાગઢ:ભાર્ગવી જોશી

ગત સપ્ટેમ્બર માં 23 સિંહોના મોત માં વિવિધ કારણો વન વિભાગે આપ્યા બાદ અંતે સ્વીકાર્યું હતું કે 13 જેટલા સિંહો કેનયન ડિસ્ટેમ્પર જેવા ખતરનાક વાયરસથી મૃત્યુ પામેંલ છે.ત્યારે આજે ફરી એક સિંહ આંબરડી વિસ્તારમાં બીમાર હાલતમાં મળી આવ્યા ની વિગતો સામે આવી રહી છે,આ બીમાર સિંહ આંબરડી અને બગોળા વિસ્તારમાં હતરવડી  નદીના કાંઠે છેલ્લા બે દિવસથી બેઠેલો છે. અહીંથી પસાર થતા લોકોએ વન વિભાગને જાણ કરતા તરત જ વન વિભાગની ટીમ આવી પહોંચી છે અને બીમાર સિંહને જશાધર રેસ્ક્યુ સેન્ટર પર લઈ જવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

જે સિંહ બીમાર હાલતમાં મળી આવ્યો છે તે વાયરસથી પીડિત હોવાની શક્યતાઓ પણ જાણકારો દ્વારા સેવાઈ રહી છે,આંબરડી વિસ્તરમાં થી મળી આવેલ આ બીમાર સિંહ ભયાનક કહેવાતા કેનયન ડિસ્ટેમ્પર થી પીડિત હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે,જો કે વન વિભાગે હજુ બીમારી અંગે કોઈ કારણ કે સ્પષ્ટતા આપેલ નથી.પરંતુ સિંહની હાલત જોઈ વેટરનરી ડોકટર અને વન વિભાગની ટીમએ જરૂરી પગલાઓ લેવાની શરૂઆત કરી છે..

સિંહો સુરક્ષિત હોવાનો દાવો પોકળ કે પછી.?

વન વિભાગ દ્વારા ગત સપ્ટેમ્બરમાં માં 23 સિંહોના મોત થયા બાદ ખાસ ચકાસણી અભિયાન કરી બીમાર સિંહોને સારવાર માટે જામવાલા રેસ્ક્યુ સેન્ટર અને જશાધર રેસ્ક્યુ સેનટરમાં લાવવામાં આવ્યા હોવાનું જણાવેલ હતું અને સિંહોમાં કેનયન ડિસ્ટેમ્પર વાયરસ ન ફેલાય તે માટે અમેરિકા થી ખાસ 300 જેટલા વેકસીન મંગાવી સિંહોને આપવામાં આવેલ છે આમ છતાં આજે વધુ એક સિંહ બીમાર મળી આવતા વન વિભાગ ની કામગીરી પર ફરી શંકાની સોય જાણકારો દ્વારા સધાઈ રહી છે.

ચકાસણી માટે બનાવેલ ખાસ ટીમોએ શુ કર્યું..ઉઠી રહ્યા છે સવાલો..

વન વિભાગે ગીર ફોરેસ્ટમાં 600 જેટલા સિંહોની ચકાસણી કરવા ખાસ ટિમો બનાવી હતી. બીમાર સિંહો ને શોધવા અને સિંહોની સુરક્ષિતતા તપાસવા વન વિભાગે બનાવેલ ખાસ ટીમોએ એક સપ્તાહ  સુધી રાત દિવસ એક કરી સિંહોની ચકાસણી કરી હતી આમ છતાં હાલમાં જ 3 સિંહબાળ ના મૃતદેહ મળી આવ્યા હતા અને આજે એક બીમાર સિંહ મળી આવેલ છે. અને આ તમામ ખબર અને જાણ વન વિભાગ ને ખેડૂતો અને રાહદારીઓ કરે છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે તો પછી કરોડોના ખર્ચે વન વિભાગ વન્ય જીવોની સુરક્ષા પાછળ કરે છે તો વન વિભાગ ની કામગીરી શુ.... !! કેમ વન વિભાગ ખુદ આવા બીમાર સિંહોને લોકેટ નથી કરી શકતું.... કેમ સિંહ બાળ ના મૃત્યુ પછીજ તેમને ખબર પડે છે...આવા અનેક સવાલો વન વિભાગ તરફ ઉઠી રહ્યા છે.