અમિત શાહ અને રાહુલગાંધી ક્યારે આવશે ગુજરાતની મુલાકાતે...

બને દિગ્ગજ નેતાઓની મુલાકાત બનશે મહત્વની....

અમિત શાહ અને રાહુલગાંધી ક્યારે આવશે ગુજરાતની મુલાકાતે...

mysamachar.in-અમદાવાદ:

આગામી લોકસભાની ચુંટણીઓને લઈને રાજકીય પક્ષો અત્યાર થી જ સજ્જ થવા લાગ્યા છે...એવામાં બને મુખ્ય રાજકીયપક્ષો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પક્ષપલટાઓ ના દૌર વચ્ચે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ બને દિગ્ગજો ગુજરાતની બે બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે..
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તારીખ ૧૩મી ના અમદાવાદ આવી પહોચશે,અને બાદમાં તેવો બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો માં ભાગ લેવાની સાથે જ સંગઠન અને પક્ષના નેતાઓ સાથે ચર્ચાવિર્મશ કરશે...સાથે જ તેવો ભગવાન જગન્નાથની રથયાત્રા અને કર્ણાવતી ક્લબ ખાતે યોજાનાર યુથ પાર્લામેન્ટ ના કાર્યક્રમ માં ભાગ લેશે
તો બીજી તરફ આગામી ૧૬ અને ૧૭ એમ બે દિવસ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતેછે..અને તે પક્ષના નેતાઓ સાથે મીટીંગો નો દૌર કરશે..તો સાથે જ કુંવરજી જેવા કેટલા નેતાઓ પક્ષથી નારાજ છે અને નારાજ નેતાઓને મનાવવા શું કરી શકાય,તો સાથે જ આગામી લોકસભાની ચુંટણીને લઈને પણ પક્ષના નેતાઓ સાથે સમીક્ષાઓ કરી અને ખૂટતી કડીઓ ને કઈ રીતે જોડી શકાય તેની ચર્ચાઓ પણ આ બેઠકો દરમિયાન થાય તેવા અહેવાલો પણ મળી રહ્યા છે..