એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ લખેલ કારમાંથી દારૂ મળી આવ્યો 

પોલીસ દ્વારા કાર કબજે કરવામાં આવી 

એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ લખેલ કારમાંથી દારૂ મળી આવ્યો 

Mysamachar.in-જામનગર

જામનગર સી ડીવીઝન પોલીસે દિગ્જામ સર્કલ નજીકથી ગતસાંજના સમયે આવી રહેલ સિલ્વર કલરની અલ્ટો કાર નંબર GJ 10 DA 7716 ને નંબરની રોકી હતી, તે કારમાં એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ અને ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ કયું આર ટી ટીમ લખેલ હતું, જે કારની પોલીસે તલાશી લેતા તેમાંથી 500 એમ.એલ.જેટલો દારુ ભરેલ બોટલ મળી આવતા સી ડીવીઝન પોલીસે આ કાર અને ગોવિંદ જશાભાઈ પરમારની અટકાયત કરી છે. હવે આ કાર ખરેખર ક્યાં એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ એટલે કે નાયબ મામલતદારની છે, અને તેની કાર લઇને કોઈ ફરી રહ્યું હતું કે પછી અન્ય કાઈ..? તે તમામ બાબતે તપાસ હાથ ધરી છે.