લક્ઝરી બસમાં સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની હેરફેરીનું નેટવર્ક પકડાયું..

દારુની હેરાફેરી નો નવો કીમિયો

લક્ઝરી બસમાં સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની હેરફેરીનું નેટવર્ક પકડાયું..
ફાઈલ તસ્વીર

mysamachar.in-આણંદ

ગુજરાતમાં બહારના રાજયમાંથી ખાસ કરીને રાજસ્થાનથી અનેક પ્રકારની તરકીબો અજમાવીને ગુજરાતમાં મોટાપાયે દારૂના જથ્થો ધુસાડવા માટે બુટલેગરોની મહેનત પર પોલીસ એ પાણી ફેરવીને દારૂ પકડવાના અને કિસ્સા સામે આવ્યા છે,એવામાં વધુ નવો કીમિયો અજમાવીને ખાનગી લક્ઝરી બસમાં દારૂની હેરફેરી કરવા જતાં પોલીસના ધ્યાને આવતા લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે

તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને લીંબડી હાઇવે પર તેમજ રાજકોટ જીલ્લામાં, જામનગર જિલ્લામાં મોટાપાયે ભારતીય બનાવટનો ઇગ્લિશ દારૂ પકડવામાં પોલીસને ધારી એવી સફળતા મળ્યા બાદ પોલીસ સતેજ બનીને સતત ચેકિંગ હાથ ધરતા આંણદ નજીક બોરસદથી ખાનગી લક્જરી બસમાં મોટાપાયે દારૂની હેરફેરીનું નેટવર્ક જડપી પાડ્યુ છે,

પોલીસે તકેદારી રાખીને લક્ઝરી બસમાં તપાસ કરતાં સીટ નીચે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું,અને તેમાં દારૂની બોટલો છુપાવીને હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે,પોલીસે ૧૨ લાખની કિંમતનો દારૂ ઝડપી અને બે શખ્સોની સ્થળ પર જ ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરીને દારૂના નેટવર્ક સુધી પોહચવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.