ઉતરાયણમાં આકાશમાં ઉડશે ”આહીર રેજીમેન્ટ હક હે હમારા”ના સ્લોગનવાળા પતંગો

ફેબ્રુઆરીમાં દિલ્હી તરફ કૂચ

ઉતરાયણમાં આકાશમાં ઉડશે ”આહીર રેજીમેન્ટ હક હે હમારા”ના સ્લોગનવાળા પતંગો

Mysamachar.in-જામનગર:

દેશના સૈન્યમાં અન્ય રેજીમેન્ટની સાથે સાથ આહીર રેજીમેન્ટ ની માંગ પણ છેલ્લા કેટલા સમયથી કરવામાં આવી રહી છે ,ત્યારે આહીર રેજીમેન્ટ માટે ભાલકા તીર્થ થી દિલ્હી સુધીની યાત્રાના સ્લોગન વાળી પતંગો ઉડાવી ઉત્તરાયણ ની ઉજવણી આ વર્ષ કરવામાં આવશે ”આહીર રેજીમેન્ટ હક હે હમારા” સ્લોગન વાળી પતંગો આ વર્ષ આકાશમાં જોવા મળશે. 21 તારીખથી આહીર રેજીમેન્ટ માટે ભાલકા તીર્થ થી યાત્રાની શરૂઆત થશે જે સમગ્ર ભારતમાં ભ્રમણ કરશે. ફેબ્રુઆરીમાં રેજીમેન્ટની માંગણી સાથે 26 કરોડ આહીરોને દિલ્હી તરફ કુચ કરવા આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા અપીલ કરાઇ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.