આહીર રેજીમેન્ટની બુલંદ માંગ સાથે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આહીર એકતા મહાસંમેલન યોજાશે...

લાખો લોકો થશે એકઠા..

આહીર રેજીમેન્ટની બુલંદ માંગ સાથે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આહીર એકતા મહાસંમેલન યોજાશે...

mysamachar.in-જામનગર:
પાટીદારોને અનામત આપવાની માંગ સાથે પાસ દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી આંદોલનનો શંખનાદ ફૂંકવામાં આવ્યો હતો એ જ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આગામી ૧૮ નવેમ્બર ના રોજ લાખોની સંખ્યામાં આહીર(યાદવ) સમાજના લોકો ભારતીય સૈન્યમાં આહીર રેજીમેન્ટ ની માંગ સાથે ઉમટી અને સરકાર સુધી શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ પહોચાડશે,

પાટીદારો દ્વારા પાટીદાર સમાજને અનામત આપવાની માંગ હતી તો આહીરો દ્વારા દેશના સૈન્યમાં આહીર રેજીમેન્ટની માંગ લાંબા સમયથી ચાલી રહી છે,પણ હાલની કે પૂર્વ સરકારો દ્વારા આ અંગે કોઈ સકારત્મક અભિગમ હજુ સુધી ના દાખવતા આહીરો હવે પોતાની માંગ ને બુલંદ કરવા માંગે છે,અને તેને લઈને આવતા મહિને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આહીર એકતા મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે,જેની માહિતી જામનગરના આહીર સમાજ સુધી પહોચે અને સરકાર સુધી પહોચે તે માટે ગઈકાલે સત્યમકોલોની આહીર સમાજ ખાતે આહીરસમાજ જામનગરના અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદને સંબોધિત કરી અને આગામી કાર્યક્રમ અંગેની માહિતી આપવામાં આવી હતી,

આહીર સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ દેશમાં આહીરો ની વસ્તી દેશના લગભગ તમામ રાજ્યોમાં છે,જે અંદાજિત ૨૨ થી ૨૫ કરોડ ને આસપાસ પહોચે છે,સમાજ દેશભક્તિ સાથે જોડાયેલો છે,અને દેશ માટે શહીદ થવાની ભાવના ધરાવે છે,ત્યારે દેશના લશ્કરમાં પણ આહીરોની સંખ્યા સૌથી વધારે છે,છતાં પણ સમાજની આજ સુધીની તમામ સરકારમાં આહીર (યાદવ) રેજીમેન્ટ લશ્કરમાં અલગથી આપવા માંગ વિવિધ સ્તરોએ કરવામાં આવી રહી છે,છતાં પણ તેની તરફ ધ્યાન આપવામા ના આવ્યાની પ્રતીતિ થઇ રહી છે,

દેશહિતમાં કરવામાં આવી રહેલ આ માંગણી નું આંદોલન બિનરાજકીય હોવાની વાત પણ આગેવાનો દ્વારા કરવામાં આવી છે,સમાજના અગ્રણીઓનું તો એમપણ કેહવું છે કે લશ્કરમાં ઘણા સમાજોની રેજીમેન્ટ હાલમાં પણ કાર્યરત છે,તો પછી આહીર સમાજને જ અન્યાય શા માટે..?

આઝાદી પછીના સમયથી સમગ્ર ભારતવર્ષનો આહીર યાદવ સમાજ દેશના સૈન્યમાં આહીર રેજીમેન્ટની શાંતિપૂર્ણ માંગ કરી રહ્યો છે,છતાં પણ તમામ રાજકીયપક્ષોની સરકારોં એ આજ દિવસ સુધી આહીર રેજીમેન્ટ ની માંગને સ્વીકારેલ નથી,જેને લઈને હવે આહીર સમાજ પોતાની માંગ નો અવાજ બુલંદ બનાવવા માટે આગામી તા.૧૮ નવેમ્બરના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બપોરે ૨:૦૦ કલાકે આહીર એકતા મહાસંમેલનનું આયોજન બિનરાજકીય રીતે કરવામાં આવેલ છે,જેમાં જામનગર,દેવભૂમિદ્વારકા જીલ્લા સહીત સમગ્ર ગુજરાત અને ભારતના આહીરસમાજના લોકો,આગેવાનો,લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહી અને ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે આહીર રેજીમેન્ટની માંગ ને સરકાર સુધી પહોચાડવાનો પ્રયાસ કરશે.

ગઈકાલે યોજાયેલ પત્રકાર પરિષદમાં જામનગર આહીર સમાજના અગ્રણીઓ પ્રવીણભાઈ માડમ,કરશનભાઈ કરમુર,ભરતભાઈ સુવા,દિલીપભાઈ આહીર,મેરામણભાઈ ભાટુ,રામુભાઈ ગોજીયા,આશિષ માડમ,રચનાબેન નંદાણીયા,જ્યોતિબેન ભારવાડીયા સહીત સમાજના અગ્રણીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

આહીર રેજીમેન્ટથી સમાજને થનાર ફાયદાઓ...
વીર આહીર જવાનોના ખંભા પર વીરઆહીર નું બેચ લાગે એટલે સમાજના વીરજવાનોને ગૌરવવંતુ નામ મળશે,સમાજના ૩૦૦૦૦ થી વધારે લોકોને કાયમી ધોરણે પેઢી દર પેઢી ભારતીય સેનામાં નોકરી મળશે,જો રેજીમેન્ટ હશે તો સમાજના યુવાનોને સૈન્યમાં નોકરી મેળવવી સરળ બનશે,રેજીમેન્ટ થવાથી એક આહીર સૈનિક રીટાયર્ડ થાય અથવા તો શહીદ થાય તો તેની ખાલી પડેલ જગ્યાએ આહીર યુવાનને સૈન્યમાં નોકરી મળશે..