પોણા ત્રણસો કરોડ જેટલી રકમ વપરાયા બાદ ભુગર્ભ ગટરોના કામ બાકી...!

તપાસ માંગતી કામગીરી, ભૂતકાળમાં મેયર દ્વારા કરાયું હતું રોજકામ

પોણા ત્રણસો કરોડ જેટલી રકમ વપરાયા બાદ ભુગર્ભ ગટરોના કામ બાકી...!
file image

Mysamachar.in-જામનગર:

જામનગરમા અત્યાર સુધી પોણા ત્રણસો કરોડ વપરાયા બાદ પણ ભુગર્ભ ગટરના કામ બાકી હોવાનુ લોક આંદોલનથી બહાર આવ્યુ છે, ત્યારે આ મામલો તપાસ માંગે તેવી છે કે નાણાના પાણી નહી નાણા ગટર થવા છતા ગટરો કાં પુરી જ ન થાય તેમ લોક આંદોલન બાદ સર્વે કરનાર વિશ્ર્લેષકો જણાવે છે, થોડા સમય પહેલા જામનગરમાં વોર્ડ નં.12 માં મોરકંડા રોડ પર આવેલી ભૂગર્ભ ગટરની મુખ્ય કેનાલના કામની રજૂઆતો મનપા ધોળીને પી જતાં રોષે ભરાયેલા રહેવાસીઓએ દેખાવ કરી કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં ગંદા પાણીનો નિકાલ ન થતાં ધેર ઘેર માંદગીના ખાટલા હોય જો તાકીદે કેનાલનું કામ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. શહેરના વોર્ડ નં.12 માં મોરકંડા મુખ્ય માર્ગ પર આવેલી ભૂગર્ભ ગટરની મુખ્ય કેનાલનું કામ કરવા  રજૂઆત કરી હતી. પરંતુ મનપા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં કેનાલના કામના અભાવે ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતાં ઘેર-ઘેર માંદગીના ખાટલા છે.આ કેનાલ આજુબાજુની 25 જેટલી સોસાયટીના 8 થી 10000 રહેવાસીઓને ઉપયોગી હોય કામ થવું અત્યંત જરૂરી છે.આથી 14 માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી તાકીદે ભૂગર્ભ ગટરનું કામ કરવા માંગણી કરી છે,અન્યથા લોકએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી

-વેરીફીકેશન અને સ્પેશ્યલ ઓડીટની માંગ..

આવી જ ગંભીર બાબત એ છે કે આ જ રીતે મહાપાલીકામા ૪૦ થી વધુ વિસ્તારોમા ભુગર્ભ ગટરના કામ બાકી છે તેમજ જ્યા થયા છે તે ફુલપ્રુફ નથી માટે ભુગર્ભ ગટરના તમામ કામોની બ્લ્યુપ્રિન્ટ સાથે રાખી સ્થળ વેરીફીકેશન બાદમા સ્પેશ્યલ ઓડીટની જાણકારોએ માંગ કરી છે કેમકે અઢળક નાણાનુ વળતર નહી અને કામ પણ અધુરા છે