રાજ્યમાં સિંહોના મોત બાદ,જામનગરના તળાવમાં ૬ સ્પોટબીલડ્કના થયા મોત 

ભૂતકાળમાં પણ આ તળાવમાં મોતને ભેટ્યા છે પક્ષીઓ

રાજ્યમાં સિંહોના મોત બાદ,જામનગરના તળાવમાં ૬ સ્પોટબીલડ્કના થયા મોત 

jmysamachar.in-જામનગર:

ગીર અભ્યારણ્યમા સિંહોના ટપોટપ મોતનો સીલસીલો હજુ તો થમ્યો નથી એવામાં જ જામનગરના આરટીઓ નજીક આવેલ તળાવમાં ૬ સ્પોટબીલડ્કના મોત થતા પક્ષીપ્રેમીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે,આજે સવારે પક્ષીવિદો ને આ અંગે જાણ થતા જાણીતા પક્ષીવિદો ત્યાં પહોચી અને મનપાને આ અંગે જાણ કરતાં મનપાની ફાયરશાખાના સ્ટાફએ  સ્થળ પર આવીને આ મૃતદેહો ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી,

જામનગરનું તળાવ અહી આવતા વિવિધપ્રજાતિઓના પક્ષીઓ માટે ખુબ જાણીતું છે,અને કેટલાય પક્ષીવિદો અહી પક્ષીઓના અભ્યાસઅર્થે પણ આવતા હોય છે,એવામા અનેકવાર જામનગરના તળાવના જુદા જુદા ભાગોમાં પક્ષીઓના મોત પાછળ કેટલાય કારણો જવાબદાર હોવાનું પક્ષીવિદો માને છે,જો જામનગરના જાણીતા પક્ષીવિદોનું માનીએ તો તળાવમાં વધી રહેલ ગંદકી,પક્ષીઓની અયોગ્ય ખોરાક,અને અસ્વચ્છ પાણી પણ કેટલીક વખત જવાબદાર હોય શકે તેવું માનવામાં આવી રહ્યું છે,એવામાં આજે વધુ એક વખત જામનગરનું તળાવ પક્ષીઓના મોતને લઇ ને બદનામ થયું છે.