ભાજપના પૂર્વ કોર્પોરેટરે મુખ્યમંત્રી સ્વાગત માં ફરિયાદ કરી પછી તંત્ર જાગ્યું

ભાજપવાળા ને પણ કામ કરાવવા આવું થાય છે

ભાજપના પૂર્વ કોર્પોરેટરે મુખ્યમંત્રી સ્વાગત માં ફરિયાદ કરી પછી તંત્ર જાગ્યું

my samachar.in-જમનાગર:

જામનગરમાં,મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નીવારણ કાર્યક્રમમાં ભાજપના જ એક પૂર્વ કોર્પોરેટરે ફરિયાદ કર્યા  બાદ રેલો આવતા આજે દબાણ હટાવ શાખા દ્વારા વર્ષો જુનો દબાવેલ ગાડા માર્ગ ખુલ્લો કરવા માટે જી.આઈ.ડી.સી.ફેઈસ-3 માં આવેલ કારખાનામાં પાડતોડ કરવામાં આવી હતી,

નરેન્દ્ર મોદીના સમય માં પ્રજાના જટીલ પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ હાલની ભાજપ સરકારે યથાવત રાખ્યો હોય જામનગર ભાજપના જ પૂર્વ કોર્પોરેટર નિલેશ કગથરાએ જી.આઈ.ડી.સી.ફેઈસ-3માં આવેલ વર્ષો જૂનો દરેડના ગાડા માર્ગમાં 11 જેટલા કારખાનેદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરાઈ હતી,જે અન્વયે કલેક્ટર દ્વારા સૂચના આપ્યા બાદ જી.આઈ.ડી.સી ફેઈસ-3 પાસે આજે બપોરે કોર્પોરેશનની એસ્ટેટ શાખા,જી.આઈ.ડી.સી.ના પ્રાદેશીક અધિકારી,પોલીસ સહિતના લગત વિભાગને સાથે રાખીને ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલ વધારાના દબાણ ઉપર બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરાયું હતું,

આમ જો ભાજપના જ એક પૂર્વ કોર્પોરેટર ને પોતાની ફરિયાદ નો હલ લાવવા માટે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ સુધી લાબું થવું પડતું હોય તો સામાન્ય અરજદારોની સ્થિતિ કેવી થતી  હશે તે સમજી શકાય તેમ છે.