પ્રેમલગ્નના સાત વર્ષ બાદ પત્ની થઈ ગઈ જાડી અને પતિએ કર્યું આવું?

જાણો ક્યાંનો છે કિસ્સો

પ્રેમલગ્નના સાત વર્ષ બાદ પત્ની થઈ ગઈ જાડી અને પતિએ કર્યું આવું?

Mysamachar.in-અમદાવાદ:

પતિએ પત્નીને લગ્નના સાત વર્ષ બાદ તું હવે જાડી થઈ ગઈ છે. મને તારી સાથે સંબંધ રાખવાની ઈચ્છા થતી નથી કહી શારીરિક સંબંધ ઓછા કરી દીધા હતા. પતિએ પત્નીના મોટાપાના કારણે સંબંધો ઓછા કરી બીજી યુવતી સાથે લફરું કરીને પત્નીને ત્રાસ આપી છૂટાછેડા માટે દબાણ કરી સાત વર્ષના લગ્ન જીવનમાં પરસ્ત્રીના કારણે ભંગાણના આરે આવીને ઊભું રહી જતા આ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,

મળતી વિગત મુજબ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ લવ મેરેજ કર્યા હતા.પતિએ લગ્નના પાંચ વર્ષ બાદ ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. અને પત્નીના મોટાપાને લઈ મેંણાટોણાં મારવાના શરૂ કર્યા હતા.દરમ્યાન પત્નીને ખબર પડી કે તેના પતિને એક યુવતી સાથે અફેર છે અને પતિના ફોનમાં અન્ય યુવતીના ફોટો પણ જોયા હતા,

મોબાઈલમાં ફોટો જોયા બાદ પરિણીતાએ પતિને પૂછતા તેને માર માર્યો હતો. અને પતિનો ભાંડાફોડ થતા આ યુવતી સાથે અફેરના કારણે છુટાછેડા માટે દબાણ કરતો હતો.તેથી મહિલાએ કંટાળીને પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપી હતી,

પતિ પત્નીનું લગ્ન જીવન તૂટે નહીં તે માટે પોલીસે બંનેને બોલાવી તેઓનું સમજાવવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ અન્ય યુવતીના પ્રેમમાં પાગલ બનેલ   પતિ માન્યો ન હતો અને છૂટાછેડા આપવા જીદ્દે ભરાયો હતો,

ત્યારબાદ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પતિના ઘરે તેનો સામાન લેવા ગઈ ત્યારે પતિ અને યુવતી ઘરમાં હાજર હતા.બંનેએ પરિણીતાને ગાળાગાળી કરી સામાન લેવા દીધો ન હતો.આ મામલે પોલીસમાં ફરિયાદ અરજી થતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.