જીલ્લા આરોગ્ય અધિકારી ડો.બથવાર સામે અધિક જીલ્લા આરોગ્ય અધિકારી એ શા માટે માંગી તપાસ.?

આ મામલો ચોંકાવનારો છે,

જીલ્લા આરોગ્ય અધિકારી ડો.બથવાર સામે અધિક જીલ્લા આરોગ્ય અધિકારી એ શા માટે માંગી તપાસ.?

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લા પંચાયતમા ફરજ બજાવતા ઇન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી એ.જી.બથવારે પોતાના જમાઈને બોગસ ડીગ્રી હોવા છતાં નિમણુંક માટે ભલામણ કરી નોકરી અપાવી હોય આ મામલે તપાસ માંગી લેતો પત્ર  અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.વી.પટેલ દ્વારા કરી અને જીલ્લા વિકાસ અધિકારીને લખવામાં આવ્યો છે,

જેમાં જણાવવામાં આવ્યું છે કે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.જી.બથવાર દ્વારા તા.૧૨/૦૨/૨૦૧૬ ના પત્ર નંબર ૬૭ થી અર્બન હેલ્થ સેન્ટર સિક્કા ખાતે એસ.આઈની ખાલી જગ્યા પર એસ.આઈ.ની બોગસ ડીગ્રી ધરાવતા કિશોર જે પડાયા કે જેઓ તેમના જમાઈ થાય છે,તેમને નોકરીમાં રખાવવા ભલામણ કરી  ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ મારફત નોકરી અપાવેલ છે,

વધુમાં તેવો પણ પત્રમાં ઉલ્લેખ છે કે કે.જે.પડાયા નો એસ.આઈ.નો અભ્યાસ અમદાવામાં જે સમયગાળા દરમિયાન થયેલ છે,તે દરમિયાન તેવો પટાવાળા તરીકે અર્બન હેલ્થ સેન્ટર સિક્કા ખાતે ફરજ બજાવતા હતા,અને તે સમયનું તે હાજરીપત્રકમા પણ તેવો સિક્કા ખાતે હાજર હોવાનું જાણવા મળે છે,આમ છતાં તેવો અમદાવાદ કેમ હાજર થયા તે તપાસ માંગી લેતો વિષય છે,ડો.બથવાર બધી હકીકતો થી વાકેફ હોવા છતાં તેને પોતાના જમાઈ ને બોગસ ડીગ્રી આધારીત નિમણુંક અપાવી પોતાના હોદાનો દુરુપયોગ કરેલ હોય તેની તપાસ કરવા કરવા આ પત્ર ડીડીઓ ને લખવામાં આવ્યો છે.અને આ મામલો વિજીલન્સ મા પહોચશે તેવું પણ જીલ્લાપંચાયતના સુત્રો જણાવે છે.તથ્ય શું તે તો ચોક્કસ તપાસ બાદ જ સામે આવશે.પણ હાલ આ પત્રએ જીલ્લા પંચાયતમાં ભારે ચકચાર જગાવી દીધી છે.

ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી બથવાર શું કહે છે..
આ મામલે માય સમાચાર દ્વારા ડો.એ.જી.બથવારની પણ ટેલીફોનીક પ્રતિક્રિયા લઇ તેમનો પક્ષ રાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેવો આ મામલે અજાણ હોય આવો કોઈ પત્ર તેમણે મળ્યો નથી,અને આ મામલે કાઈ પણ કહેવા માંગતા ના હોય કાલે રૂબરૂ વાત કરીશું તેમ કહી મામલાને  ટાળવાનો પણ પ્રયાસ કર્યો.