મહિલા પર પૂર્વપતિએ કર્યો એસીડ એટેક..

અસલામત ગુજરાત..?

મહિલા પર પૂર્વપતિએ કર્યો એસીડ એટેક..

Mysamachar.in-રાજકોટ:

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શહેર પણ જાને સલામત ના હોય તેમ એક બાદ ગુન્હાઓની વણજાર આ શહેરમા જોવા મળી રહી છે,થોડા દિવસો પૂર્વે જ એક તુફાનકારચાલક એક મહિલાને જાહેરમા માર મારી રહ્યાનો વિડીયો વાઈરલ થયો હતો,ત્યાં જ વધુ એક મહિલા પર એસીડ એટેક ની ઘટના સામે આવી છે,શહેરની પી.ડી. માલવીયા કોલેજ પાસે સ્વામિનારાયણ ચોક નજીક વસવાટ કરતાં માયાબેન પ્રિતેશભાઈ પોપટ સવા૨નાં સમયે નોકરી પ૨ જતા હતા. તે સમયે જ પોરબંદથી પૂર્વ પતિ પ્રિતેશ પ્રવીણ પોપટ બાઇક પર આવ્યો હતો.

તેણે પોતાની પૂર્વ પત્નીના વાહનને અટકાવી તેના પ૨ એસિડ એટેક ર્ક્યો હતો. જે બાદ તે ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી અને તેને હોસ્પિટલ લઇ ગયા હતાં.જો કે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે બને વચ્ચે છુટા છેડા દોઢ વર્ષ જેટલા સમય પૂવે થઇ ચુક્યા બાદની પૂર્વ પતિની આવી હરકત થી સનસનાટી મચી જવા પામી છે.