સલામત એસ.ટી નો અકસ્માત, 15ઈજાગ્રસ્ત

ચાલકે ઉતારી દીધી નીચે

સલામત એસ.ટી નો અકસ્માત, 15ઈજાગ્રસ્ત

Mysamachar.in-નવસારી 

સલામત સવારી, એસ.ટી અમારી આસૂત્ર ગુજરાત એસ.ટી માટે પ્રચલિત છે, પણ શું એસ.ટી.ની મુસાફરી ખરેખર સુરક્ષિત છેખરા..? કારણ કે છાશવારે રાજ્યના અલગ અલગ હાઈવે પર જે રીતે બસોના અકસ્માત વધી રહ્યાછે, તેને જોતા અસલામત સવારી લાગી રહી છે, વાત આજની કરીએ તો નવસારીના સાલેજ ગામનજીક આજે જે રીતે પ્રાથમિક તારણ સામે આવ્યું છે તે પ્રમાણે બસ ડ્રાઈવરેની ભૂલનેકારણે બસ રોડ પરથી નીચે ઉતરી જતા 15 મુસાફરોને ઈજાઓ પહોચતા તેમને સારવાર અર્થેહોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, તો જયારે અકસ્માત થયો ત્યારે 70 જેટલા મુસાફરોબસમાં સવાર હતા, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, અને આસપાસના ગ્રામજનોની મદદથીઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.