ધ્રોલ નજીક અકસ્માત, 2 ના મોત

રોજીયા ગામમાં શોકનું મોજું

ધ્રોલ નજીક અકસ્માત, 2 ના મોત

Mysamachar.in-જામનગર:

આજે બપોરના સુમારે ધ્રોલના વાંકિયા ગામ નજીક ટાવેરા કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યાં છે. ધ્રોલ તાલુકાનાં રોજીયા ગામે રહેતા રાજુભાઇ અને ગામના જ નાથુભા જાડેજા પોતાના મોટરસાઇકલ પર ધ્રોલ પાકનું ધીરાણ લેવા માટે જઇ રહ્યા હતા,ત્યારે GJ-05-CR-6510 નંબરની ટાવેરા કારના ચાલકે આ મોટરસાઇકલ ચાલકને હડફેટે લઈ, રાજુભાઇ અને નાથુભાને ગંભીર ઇજાઓ પહોંચાડતા બંનેનું મોત નીપજયું છે,ધ્રોલ PSI વી.કે.ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.